Wed,24 April 2024,12:33 pm
Print
header

મુંદ્રા ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, દંપતી અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયા વચ્ચે બે વ્યક્તિના નામ આવ્યાં સામે

કચ્છઃ મુંદ્રામાંથી હજારો કરોડ રૂપિયાના DRI એ કબ્જે કરેલા ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે.જેમા NIA, ATS અને ED તપાસમાં જોતરાઈ ગઈ છે. આ ડ્રગ્સ કાંડમાં ડીઆરઆઈએ ચેન્નઇમાંથી એક દંપતી એમ.સુધાકર અને તેની પત્ની દુર્ગા વૈશાલીની ધરપકડ કરી છે. આ કેસમાં રડારમાં આવેલા ચેન્નાઈનાં દંપત્તિએ આ પહેલા જુલાઇ મહિનામાં ડ્રગ્સ મંગાવ્યું હોવાનું સામે આવ્યું છે.દંપતી અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયા વચ્ચે અમિત નામના વ્યક્તિની ભૂમિકા સામે આવી છે. મૂળ દિલ્હીનો વતની અમિત ભારતમાં ડ્રગ્સ મંગાવતો હતો. ઉપરાંત કસ્ટમ હાઉસનો એક એજન્ટ કુલદીપસિંહ પણ આ કાળા કારોબારમાં સામેલ છે 

મુંદ્રા પોર્ટથી ડીઆરઆઈએ ટેલક્મ પાઉડરની આડમાં હેરોઇનની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. આ ડ્રગ્સની કિંમત 20 હજાર કરોડને પાર થઇ ગઇ છે. આ મામલે 5 લોકોની ધરપકડ કરાઇ છે. જેમાં 2 અફઘાનિસ્તાનના નાગરિકો હોવાનું સામે આવ્યું છે. ડીઆરઆઈએ પહેલા એફએસએલ પાસેથી ખાતરી કર્યાં બાદ આગળ તપાસ હાથ ધરી છે. 

આ ડ્રગ્સને અફઘાનિસ્તાનના હસન હુસૈન લિ. કંપની દ્વારા વિજયવાડાની અશી ટ્રેડિંગ કંપનીને મોકલવામાં આવી રહ્યું હતું. કનેક્શનની તપાસ હવે મુંદ્રાથી ગાંધીધામ, દિલ્હી, માંડવી, ચેન્નઈ અને અમદાવાદ સુધી પહોંચી છે. એવામાં આગામી સમયમાં તપાસ બાદ કેટલાક નવા નામો સામે તેવી શક્યતા છે. 15 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવેલા આ દરોડા હાલ પણ યથાવત છે દંપતીના રિમાન્ડ મેળવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch