Thu,25 April 2024,12:39 am
Print
header

Big News- ધોનીની ભૂમિકા નિભાવનાર એક્ટર સુશાંતસિંહ રાજપૂતે કરી આત્મહત્યા

ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી 

મુંબઇઃ બોલીવુડને આજે વધુ એક મોટો ફટકો પડ્યો છે,મશહૂર ફિલ્મ અભિનેતા  સુશાંતસિંહ રાજપૂતે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે, મુંબઇમાં બાન્દ્રા સ્થિત તેના ફલેટમાંથી પોલીસને લટકેલી હાલતમાં લાશ મળી આવી છે, સુશાંતસિંહે કિસ દેશ મે હે મેરા દિલ ટીવી સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી, ત્યાર પછી એકતા કપૂરની ટીવી સિરિયલ પવિત્ર રિસ્તામાંથી તે ફેમસ થયો હતો.

સુશાંતસિંહની લોકપ્રિયતા ક્રિકેટર ધોની પર બનેલી ફિલ્મ એમ.એસ.ધોનીથી વધી ગઇ હતી, જેમાં તેને મહેન્દ્રસિંહ ધોનીનો દમદાર રોલ કર્યો હતો, કેદારનાથ, શુદ્ધ દેશી રોમાન્સ, સોનચીડિયા, છીછોરે જેવી અનેક ફિલ્મોમાં દમદાર અભિનય આપ્યો હતો. પોલીસે હાલમાં તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આત્મહત્યા પાછળનું કારણ શોધવાનું શરૂ કર્યું છે.  

સુશાંતના આ પગલાથી બોલીવુડ દુખમાં ડૂબી ગયું છે, ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે દુખ વ્યક્ત કર્યું છે, તો એમ.એસ.ધોની ફિલ્મમાં સુશાંત (ધોનીના) પિતાનો રોલ કરનાર અભિનેતા અનુપમ ખેરે દુખ વ્યક્ત કરતા લખ્યું છે કે આખરે તે કેમ આવું પગલુ ભર્યું. બોલીવુડના અનેક સ્ટાર્સે સુશાંતના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch