Thu,25 April 2024,11:10 pm
Print
header

મુંબઈમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં 19નાં મોત, મૃતકોને રૂ. 2 લાખની સહાય

મુંબઈઃ માયાનગરી મુંબઈમાં વરસાદમાં મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ વધી રહી છે. મુંબઈના ચેમ્બુરમાં દિવાલ ધસી પડી હતી જેમાં 19 લોકોના મોત થઇ ગયા છે. ભરતનગર વિસ્તારમાં અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે જ્યારે વિક્રોલીમાં દિવાલ ધસી પડવાથી ત્રણ લોકોનાં મોત થયા છે. મોડી રાત્રે આ ઘટના બની હતી.એક જ વિસ્તારમાં બે સ્થળો પર લેન્ડસ્લાઇડની ઘટના બની છે.

PMOના જણાવ્યાં મુજબ મુંબઈમાં બે ઘટનામાં કુલ 19 લોકોનાં મોત થયા છે. દરેક મૃતકના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ઘાયલોને 50 હજારની સહાય અપાશે. મુંબઈમાં સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હતા. વરસાદ બાદ ઠાણે, પાલઘર, રાયગઢ, અંધેરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

મુંબઇના અનેક વિસ્તારોમાં ઘરોમાં  પણ પાણી ઘૂસી ગયું હતું. અંધેરી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દાદરમાં બેસ્ટની બસો પાણીમાં ડૂબી ગઇ હતી કાંદીવલીમાં અનેક દુકાનોમાં પાણી ભરાતા જોઇ શકાતા હતા. ભારે વરસાદથી રેલવે સેવાઓ પ્રભાવિત થઇ હતી. મુંબઇના સાયન રેલવે ટ્રેક પુરી રીતે પાણીમાં ડૂબી ગયો હતો. રેલવે ટ્રેક પર ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયું હતું. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch