Thu,25 April 2024,11:17 am
Print
header

મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, પાણી પાણી થઈ માયાનગરી

મુંબઈઃ માયાનરી મુંબઈમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ચોમાસાના આગમન સાથે મુંબઈ માટે ખતરાની ઘંટડી પણ વાગી ગઈ છે. આઈએમડીના અધિકારી ડો.જયંત સરકારે જણાવ્યું કે મોનસૂન મુંબઈ પહોંચી ગયું છે. અહીંયા ચોમાસું 10 જૂને પહોંચતું હોય છે પરંતુ આ વખતે એક દિવસ વહેલું છે. મંગળવારે પ્રી મોન્સૂન વરસાદે મુંબઈને પાણી પાણી કરી દીધું હતું અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી.

વરસાદ અને તેના કારણે થનારી પરેશાનીને લઈ એમએમઆરડીએ 24 કલાક ઈમરજન્સી મોન્સૂન નિયંત્રણ રૂમ શરૂ કર્યો છે. મોન્સૂનને લઈને કોઈ પણ પ્રકારની પરેશાનીમાં 8657402090 અને 0226594176 પર કોલ કરી શકાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch