Sat,20 April 2024,9:38 am
Print
header

ભારે વરસાદની સાથે જ મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 11 લોકોનાં મોત

મુંબઈઃ શહેરમાં વરસાદની સાથે જ જર્જરીત ઈમારતો તૂટી પડવાની શરૂઆત થઈ છે. મલાડ વેસ્ટના માલવણી વિસ્તારમાં એક ચાર માળની ઈમારત બુધવારે રાત્રે ધરાશાયી થઈ હતી. જેમાં 11 લોકોના મોત થયા છે 7 ગંભીર રીતે ઘાયલ થયા છે જે સમયે ઈમારત તૂટી પડી તે સમયે બાળકો સહિત અનેક લોકો અંદર હતા. ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી સ્થાનિક પોલીસ અને લોકોની મદદથી કાટમાળમાં ફસાયેલા 15 લોકોને બચાવાયા હતા. હાલ બચાવકાર્ય શરૂ છે.

મળતી વિગતો પ્રમાણે જ્યારે દુર્ઘટના બની ત્યારે આશરે 20થી વધુ લોકો અંદર હતા. જેમાં બાળકો પણ હતા ઘટના બાદ પહોંચેલી પોલીસ, ફાયરબ્રિગેડે સ્થાનિક લોકોની મદદથી કાટમાળમાં દબાયેલા ઘાયલોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. એડિશનલ સીપી દિલીપ સાવંતે કહ્યું 11 લોકોનાં મોત થયા છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે.


બીએમસીએ કહ્યું કે આ ઈમારતની આસપાસની ત્રણ ઈમારત પણ જોખમી છે. જેને ખાલી કરાવી લેવામાં આવી છે. મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખના કહેવા મુજબ ભારે વરસાદને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch