Thu,25 April 2024,2:18 pm
Print
header

મુંબઈની નાઇટ ક્લબમાં મોડી રાત્રે પાર્ટી કરતાં સુરેશ રૈના સહિત અનેક સેલિબ્રિટીઝ ઝડપાઇ

મુંબઈ: નાઈટ કર્ફ્યૂના ઉલ્લંઘન કેસમાં બોલિવુડના જાણીતા સિંગર ગુરુ રંધાવા  અને પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની પોલીસે ધરપકડ કરી હતી. મુંબઈમાં તેમના વિરુદ્ધ આ કેસ અંગે FIR નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસે એક ક્લબમાં રેડ પાડી હતી, જેમાં આશરે 34 લોકો પાર્ટી કરી રહ્યાં હતા, રૈના અને ગુરુ રંધાવાને પકડી લેવામાં આવ્યા હતા. મુંબઈના ડ્રેગન ફ્લાય નામના એક પબમાં કોરોનાના નિયમોનું પાલન ન કરતાં અનેક લોકો પકડાઈ ગયા હતા. રૈના પર કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ ગુરુ રંધાવા, બાદશાહ ઉપરાંત સુઝૈન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુઝૈન ખાન આ 34 લોકોમાં સામેલ હતી. જેમાં 7 લોકો હોટલ સ્ટાફના સામેલ હતા. બધા લોકો પર કોરોના વાયરસની SoP તોડવાનો આરોપ આવ્યો છે. આ રેડ ડ્રેગન ક્લબમાં પડી હતી, જે મુંબઈ એરપોર્ટ પાસે આવેલી હોટલ મેરિયોટમાં છે. ક્લબમાં હાઈ પ્રોફાઈલ પાર્ટી ચાલી રહી હતી, જેમાં રૈના સિવાય બોલિવુડના કેટલાંક જાણીતા ચહેરા પણ સામેલ હતા. ગુરુ રંધાવા, સુઝૈન ખાન અને સિંગર બાદશાહ પણ આ પાર્ટીમાં હાજર હતા. મુંબઈ પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે રેડ પાડ્યા પછી ઘણા જાણીતા સિતારાઓ ક્લબના પાછળના દરવાજામાંથી ભાગી નીકળ્યા હતા. મુંબઈ પોલીસે દરેક પર કલમ 188 અને મહામારી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.

રૈનાની વાત કરીએ તો સોમવારે જ ઉત્તર પ્રદેશે સૈયદ મુશ્તાક અલી ટી20 ટુર્નામેન્ટ માટે 26 સભ્યોનું સંભવિત લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં રૈનાનું નામ પણ સામેલ છે. રૈનાએ આ વર્ષે જ 15 ઓગષ્ટના રોજ મહેન્દ્ર સિંહ ધોનીના ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર્ડ થવાની જાહેરાત કર્યાના થોડાક જ સમયમાં તેણે પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હોવાની જાહેરાત કરી હતી. રૈના તે પછી ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવા માટે દુબઈ પહોંચ્યો હતો, પરંતુ IPLના શરૂ થવા પહલા જ તે કોઈક પર્સનલ કારણોને લીધે સ્વદેશ પાછો ફર્યો હતો. 

મુંબઈમાં કોવિડ અને લૉકડાઉનના નિયમો હેઠળ પબ અને ક્લબોને ખુલ્લી રાખવાનો મહત્તમ સમય રાત્રે 11:30 વાગ્યા સુધીનો છે. પરંતુ જે ક્લબમાં આ લોકો પાર્ટી કરી રહ્યાં  હતા, તે રાત્રે 3 વાગ્યા બાદ પણ ખુલ્લી હતી. આ પાર્ટીમાં 19 લોકો દિલ્હી અને પંજાબથી આવ્યા હતા.પાર્ટીમાં દિલ્હી, પંજાબ ઉપરાંત સાઉથ મુંબઈથી પણ લોકો આવ્યા હતા. પોલીસે 27 કસ્ટમર અને 7 કર્મચારીઓની આઇપીસીની કલમ 188 અને 269 ઉપરાંત મહામારી એક્ટ હેઠળ કેસ નોંધ્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch