Thu,25 April 2024,4:24 pm
Print
header

રાજ કુંદ્રાની ઓફિસથી મળી આવી 121 પોર્નફિલ્મો, શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ

મુંબઇઃ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવાં અને કેટલીક એપ દ્વારા પ્રસારિત કરવા મામલે ધરપકડ કરી હતી. હવે રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. શિલ્પા શેટ્ટી માટે મુશ્કેલી ઉભી થઇ રહી છે રાજ કુન્દ્રા અંગે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિલ્પા શેટ્ટીનાં ઘર સુધી પહોંચી ગઇ છે. મુંબઇ પોલીસે શિલ્પા શેટ્ટીની પૂછપરછ શરૂ કરી છે.

રાજ કુંદ્રાને લઈ ક્રાઇમ બ્રાંચના અધિકારી શિલ્પા શેટ્ટીના ઘરે ગયા છે.શિલ્પાનું ઘર જુહૂમાં છે. અધિકારીઓએ શિલ્પા શેટ્ટીને સવાલ પૂછ્યા છે કારણ કે તે કુંદ્રા સાથે વિઆન ઇન્ડસ્ટ્રીની ડિરેક્ટર હતી. ઉલ્લેખનીય છે કે અંધેરી સ્થિત વિઆન કંપનીમાં ક્રાઇમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ત્રણ સેન બોક્સ મળ્યા હતા, જેમાં 24 હાર્ડ ડિસ્ક હતી અને બધામાં ચાર હાર્ડ ડિસ્કવાળા આઠ સર્વર હતા. આ સાથે જ પોલીસને અત્યાર સુધી 121 પોર્ન વીડિયો મળ્યાં છે. આ તમામ ફિલ્મને એક કંપનીને 1.2 મિલિયન ડોલર (અંદાજે 9 કરોડ)માં વેચવાનું પ્લાનિંગ હતું.

આજે રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે કુંદ્રાને 27 જૂલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો છે. મુંબઇ પોલીસે રાજ કુંદ્રાને વધુ સાત દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાની માંગ કરી હતી પોલીસે કહ્યું છે કે આ મામલામાં વધુ તપાસ કરવાની જરૂર છે પુરાવા એકઠા કરવા જરૂરી છે જેના માટે તેઓને સમય જોઇએ છે. પોલીસનું કહેવું હતું કે રાજ કુંદ્રાએ ઓનલાઇન સટ્ટેબાજી પણ કરી છે જેમાં તેણે યસ બેન્કના એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch