Thu,25 April 2024,7:52 am
Print
header

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની મુશ્કેલીઓ વધી, કોર્ટે ન્યાયિક હિરાસત લંબાવી

જેલમાં શાહરૂખે કરી આર્યન સાથે મુલાકાત

મુંબઈઃ કોર્ટે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ સહિત આઠ લોકોની ન્યાયિક કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. 8 ઓક્ટોબરે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ન્યાયિક કસ્ટડી હવે 30 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.

3 ઓક્ટોબરના રોજ ડ્રગ્સ વિરોધી એજન્સી NCB એ ડ્રગ્સના સંબંધમાં આર્યન સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી. આર્યને નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. બુધવારે કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. હવે તેણે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેની અરજી પર 26 ઓક્ટોબરે સુનાવણી થશે.

બીજી તરફ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) ની ટીમ અનન્યા પાંડેના ઘરે આવી છે. એક્ટ્રેસને આજે (21 ઓક્ટોબર) બે વાગે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. અનન્યા પાંડે પિતા ચંકી પાંડે સાથે NCBની ઓફિસમાં પહોંચી હતી. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ અનન્યા પાંડેની પૂછપરછ કરી છે. આ સમયે મહિલા અધિકારીઓ હાજર હતા.

NCBની ટીમ જ્યારે અનન્યાના ઘરે આવી ત્યારે તે ઘરમાં નહોતી, જેથી પૂછપરછ માટે 2 વાગે બોલાવવામાં આવી હતી. ટીમે અનન્યાના ઘરેથી ફોન, લેપટોપ તથા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કર્યાં છે. હજુ તેની ફરીથી પૂછપરછ થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch