મુંબઇઃ નેરુલ વિસ્તારમાં કાર લઈને જઈ રહેલા રિયલ એસ્ટેટ ગ્રુપ ઇમ્પેરિયાના માલિક સવજીભાઇ પટેલની કાર રોકીને અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીઓ વરસાવી હતી. મૂળ રાપરના રહેવાસી અને હાલ નવી મુંબઈ ખાતે રહેતા સવજીભાઇ પટેલ (ઉં.વ 65)ની ગોળી મારીને હત્યા કરાઇ છે. પાટીદાર અગ્રણીની હત્યા થતાં પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ આ મામલે મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
મૂળ કચ્છના રાપર તાલુકાના સાંય ગામના રહેવાસી અને હાલ મુંબઈના નેરુલ ખાતે રહેતા જાણીતા બિલ્ડર સવજીભાઇ પટેલ ગઈકાલે સાંજે 5.30થી 6.00 વાગ્યાની આસપાસ નેરુલ વિસ્તારમાં કાર લઈને પસાર થઇ રહ્યાં હતા. દરમિયાન મોટર સાયકલ પર આવેલા 2 શખ્સોએ તેમની કારને અટકાવીને ગોળીઓ ધરબી દીધી હતી. તેમને તાત્કાલિક બેલાપુરની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા, હત્યા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે ગુનાના સ્થળે જઇને તપાસ શરૂ કરી છે.
નવી મુંબઈના જાણીતા બિલ્ડર સવજીભાઇ પટેલ બેલાપુરમાં પોતાની હેડ ઓફિસ ધરાવે છે, ઇમ્પેરિયા ગ્રુપ હાલમાં નેરુલ એમઆઇડીસી, પનવેલ અને રસયાનીમાં અનેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યું છે, મુંબઈ પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ | 2023-03-29 12:18:43
ગેંગસ્ટર પાછો ડરી રહ્યો છે, પ્રયાગરાજથી અમદાવાદ પાછો લવાશે અતિક અહેમદને | 2023-03-28 17:29:55
પાનકાર્ડ- આધારકાર્ડ લિંક કરવાને લઇને સૌથી મોટા સમાચાર, સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ | 2023-03-28 15:17:02
અપહરણ કેસમાં અતિક અહેમદને મળી આજીવન કેદની સજા, ઉમેશ પાલની માતાએ કહ્યું તેને ફાંસી થવી જોઈએ | 2023-03-28 14:50:13