Thu,25 April 2024,8:02 pm
Print
header

મુંબઇની હોટલ તાજને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી, રાત્રે 1 વાગ્યે પાકિસ્તાનથી આવ્યો હતો કોલ

મુંબઇઃ છેલ્લા ઘણા સમયથી ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરી રહી છે, સરહદ પર પણ ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે, ત્યારે હવે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ભારતમાં કોઇ પણ રીતે હુમલો કરવા માંગે છે, પાકિસ્તાનથી મુંબઇની તાજ હોટલમાં કોલ આવ્યો હતો અને 26-11 જેવા વધુ એક આતંકવાદી હુમલાની ખુલ્લી ધમકી આપવામાં આવી હતી. 

2008માં ઐતિહાસિક હોટલ તાજમાં થયેલા આતંકી હુમલામાં 166 જેટલા લોકોનાં મોત થઇ ગયા હતા, અનેક લોકો ઘાયલ થયા હતા, જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપવામાં આવી હતી. અને હવે તે જ તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હોટલ તંત્રએ પોલીસને આ મામલે જાણકારી આપી છે. રાત્રે 1 વાગ્યે આવેલા ફોનમાં ધમકી આપવામાં આવી છે કે કરાચી સ્ટોક એક્સચેંજમાં તમે હુમલો જોઇ લીધો છે, હવે તાજનો હુમલો પણ જોઇ લેશો.અમે આવી રહ્યાં છીએ તૈયાર રહેજો, પોલીસ આ મામલે ઉંડી તપાસ કરી રહી છે અને તાજ હોટલમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. જો કે આ કોલ કોઇ આતંકી સંગઠને કર્યો છે કે કોઇ બદમાશોએ કર્યો છે તે પણ તપાસનો વિષય છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch