Sat,20 April 2024,10:51 am
Print
header

Big news- મુકેશ અંબાણીના આલીશાન ઘરની બહાર કારમાં વિસ્ફોટકો (જિલેટિન)નો જથ્થો મળ્યો

મુંબઇઃ દેશના ધનાઢ્ય અને રિલાયન્સના સુપ્રીમો મુકેશ અંબાણીના મુંબઇના એન્ટિલીયા ઘરની બહારથી વિસ્ફોટકો ભરેલી ગાડી મળી આવી છે, પોલીસે 20 જિલેટિનનો જથ્થો જપ્ત કર્યો છે. બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા અહીં સઘન તપાસ થઇ રહી છે. પોલીસે અહીંથી એક સ્કોર્પિયો કાર જપ્ત કરી છે, જેમાં આ જિલેટિનનો જથ્થો હતો.

આ ઘટના બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરથી નજીકમાં જિલેટિનનો જથ્થો મળ્યો છે, જેની પોલીસ તપાસ કરી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. નોંધનિય છે કે અંબાણી અહીં પરિવાર સાથે રહે છે અને તેમને Z+ સિક્યુરિટી કવર છે અને તેમની સુરક્ષાની જવાબદારી સીઆરપીએફ કરે છે જ્યારે તેમના પત્ની નીતા અંબાણીને Y કેટેગરીની સુરક્ષા મળી છે. નોંધનિય છે કે જિનેટિનનો ઉપયોગ પથ્થરો અને પહાડોમાં બ્લાસ્ટ કરવા માટે થાય છે. અમે તમને જણાવી દઇએ કે ખેડૂત આંદોલનમાં કૃષિ કાયદાને લઇને મુકેશ અંબાણી પર ખેડૂતોની જમીનો પચાવી પાડવાની યોજનાનો આરોપ લાગ્યો હતો, દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનમાં દેશવિરોધી ખાલિસ્તાની તત્વો હોવાના આઇબીને રિપોર્ટ મળ્યાં હતા. જો કે આજે મળેલા વિસ્ફોટકોની ઉંડી તપાસ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch