Mon,25 October 2021,7:22 am
Print
header

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીઃ આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

મુંબઇઃ ક્રૂઝ પાર્ટી ડ્રગ કેસમાં શાહરુખ ખાનના લાડલા આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 11 ઓક્ટોબર સુધી આર્યન ખાન સહિત 8 લોકોની કસ્ટડી માંગી હતી, એનસીબીના વકીલ અનિલ સિંહે જણાવ્યું કે એનસીબી દ્વારા ધરપકડ કરાયેલા અર્ચિત કુમારે પૂછપરછમાં આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટનું નામ આપ્યું છે. આવી સ્થિતિમાં બધાની સાથે બેસીને પૂછપરછ કરવી જરૂરી છે. 4 ઓક્ટોબરના રોજ છેલ્લી સુનાવણી વખતે, એનસીબીએ કોર્ટને જણાવ્યું કે, તેને વોટ્સએપ ચેટ મળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેણે પેડલર્સ સાથે ચર્ચા કરી હતી અને લિંક્સની તપાસ માટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની કસ્ટડી માંગી હતી.ત્યાર બાદ કોર્ટે ત્રણેયની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી લંબાવી હતી.

અભિનેતા શાહરૂખ ખાનના લાડલા આર્યન ખાનના વકીલે કોર્ટને જણાવ્યું કે, આર્યન ખાનને આ પાર્ટીમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતો, તેને કોઈ સીટ કે કેબિન પણ ફાળવવામાં આવી ન હતી. વકીલ સતીશ માનશીંદેએ આર્યન ખાનને પેડલર્સ સાથે કોઈ કનેક્શન હોવાનો ઇનકાર કર્યો હતો અને NCB પર આરોપ લગાવ્યો હતો કે, તેનો કેસ માત્ર વોટ્સએપ ચેટ્સ પર આધારિત છે. એનસીબીએ આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે. NCB મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ બુધવારે જણાવ્યું કે બિટકોઈન સાથે જોડાયેલી કેટલીક લિંક્સ પણ સામે આવી રહી છે.

3 ઓક્ટોબરના રોજ ક્રૂઝ ટર્મિનલમાંથી NCBએ અરબાઝ તથા આર્યન ખાનને પકડ્યા હતા. 6 ઓક્ટોબરે આર્યન ખાનને NCB લોકઅપમાંથી જેજે હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે (6 ઓક્ટોબર) NCBએ વિદેશી નાગરિકની ધરપકડ કરી છે. આ વિદેશી વ્યક્તિ પર ક્રૂઝમાં ધરપકડ કરાયેલા લોકોને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch