Fri,26 April 2024,5:20 am
Print
header

મદદ કરો મોહિનને, મુંબઇનો 11 વર્ષનો મોહિન ડ્યૂચેન મસ્ક્યુલર ડેસ્ટ્રોફી રોગનો શિકાર, રૂપિયા 4 કરોડના ઇન્જેક્શનની જરૂર

11 વર્ષનો મોહિન ગુમાવી રહ્યો છે ધીમે ધીમે ચાલવાની તાકાત

4 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન મળે તો મોહિનને મળી શકે છે નવું જીવન

પુત્ર મોહિનનો જીવ બચાવવા માતા માંગી રહ્યાં છે મદદ 

3500 લોકો પૈકી એક વ્યક્તિને થાય છે આ વિચિત્ર રોગ

મુંબઇઃ થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં ધૈર્યરાજસિંહ સ્પાઇનલ મસ્ક્યૂલર એટ્રૉફીની બિમારીનો શિકાર બનતા તેને રૂપિયા 16 કરોડની કિંમતના ઇન્જેક્શનની જરૂરિયાત હતી. સમગ્ર ગુજરાતમાંથી રૂપિયા 16 કરોડની રકમ ભેગી કરીને ધૈર્યરાજસિંહને ઇન્જેક્શન અપાવીને તેને નવું જીવન આપ્યું હતું. હજુ વિવાન નામનો બાળક પણ આ બિમારીને કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. તેવામાં મૂળ ગુજરાતના અને હાલમાં મુંબઇમાં રહેતો 11 વર્ષનો મોહિન મામણિયા ડ્યૂચેન મસક્યૂલર ડેસ્ટ્રોફીનો શિકાર બન્યો છે. 

ડીએમડીના ટૂંકા નામથી ઓળખાતી આ બિમારીમાં બાળકના મસલ્સ નબળા પડવા લાગે છે અને તે 20 વર્ષમાં મૃત્યુ પામે છે. પોતાના 11 વર્ષના દીકરા મોહિનનો જીવ બચે તે માટે માતા ધારા મામણિયાએ સામાજિક સંસ્થાઓ પાસેથી દીકરા માટે રૂપિયા 4 કરોડની કિંમતના ઇન્જેક્શન માટે મદદ માંગી છે. અમેરિકામાં આ બિમારીની સારવાર માટેની દવાનું સફળ સંશોધન થતા હવે દીકરા મોહિનને નવજીવન મળશે તેવી આશા માતા ધારા મામણિયાને બંધાઇ છે.

તમે 11 વર્ષના મોહિન મામણિયાને જુઓ તો તે સામાન્ય બાળક લાગે છે પણ હકીકત એ છે કે મોહિન તેના જીવનના સૌથી જોખમી તબક્કા તરફ ધીમે ધીમે આગળ ધકેલાઇ રહ્યો છે. મોહિનને આ બિમારી એવી ખતરનાક છે કે તેના મસલ્સમાં ધીમે ધીમે પ્રોટીનનું પ્રમાણ ઓછુ થઇ રહ્યું છે. સૌથી જોખમી બાબત એ છે કે મોહિનને થયેલી ડીએમડી નામની બિમારીનો ભારતમાં કોઇ ઇલાજ જ નથી. જેથી તેની માતા ઘારા મામણિયાએ લગભગ દીકરા મોહિનની જીવનની આશા છોડી દીધી હતી. પરંતું ધારાબેનને એક આશા બંધાઇ કારણ કે અમેરિકામાં ડીએમડીની સારવારના ઇન્જેક્શનની સફળ શોધ થઇ છે. 

આ રોગની સારવાર માટે મળતા ઇન્જેક્શનની કિંમત રૂપિયા 4 કરોડ હોવાથી મધ્યમ વર્ગીય ધારાબેન માટે ચિંતાનો વિષય ઉભો થયો. કારણ કે એક સાથે 4 કરોડ રૂપિયા લાવી શકે તેવી કોઇ શક્યતા જ નથી, જેથી તેમણે સ્થાનિક સંસ્થાઓની મદદથી રૂપિયા ચાર કરોડની માતબર રકમ એકત્ર કરવાનું અભિયાન શરુ કર્યું. જેમાં અત્યાર સુધી રુપિયા દોઢ કરોડ જેટલી રકમ એકત્ર કરી છે અને ધારાબહેનને ખાતરી છે કે તેમને પુરતી મદદ મળી રહેશે. 

મોહિનના માતા ધારાબેનને ટાટા સહિતની સંસ્થાઓએ મદદ કરી છે. સાથે સોનુ સુદે પણ મોહિનની સારવાર માટે આર્થિક મદદ કરવા માટે લોકોને અપીલ કરી છે. અન્ય સેલિબ્રેટીઓ પણ તેની વ્હારે આવી છે. 

લોકોને અપીલ છે કે હવે જ્યારે ડીએમડી નામની બિમારીની સારવારની દવા મેળવવી શક્ય છે. ત્યારે થોડી આર્થિક મદદથી પણ બાળકનો જીવ બચાવી શકાશે. આ માટે યસ બેંક એકાઉન્ટ નંબર 70070171798627 આઇએફએસસી નંબર YESB0CMSNOC પર આર્થિક યોગદાન આપી શકાશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch