Mon,06 December 2021,7:58 am
Print
header

Big News - મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પર આક્ષેપ, આતંકી કસાબનો મોબાઇલ પોતાની પાસે છુપાવી રાખ્યો હતો

શું પરમબિરસિંહે આતંકીઓને કરી હતી મદદ ?

મુંબઇઃ રિલાયન્સના મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર કારમાં મળેલા વિસ્ફોટકો અને તેની સાથે જોડાયેલા ખંડણીકાંડ બાદ મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબિરસિંહ ફરાર હતા, જો કે સુરક્ષા મળતા હવે તેઓ પાછા મુંબઇમાં દેખાયા છે, આ બધાની વચ્ચે પરમબિરસિંહ પર મોટો એક આક્ષેપ લાગ્યો છે, 2008 મુંબઈ આતંકી હુમલામાં પકડાયેલા આતંકી અજમલ કસાબની તેમને મદદ કરી હોવાના આરોપ લાગ્યા છે. આ હુમલામાં અનેક ભારતીયો સહિત વિદેશી નાગરિકો માર્યા ગયા હતા.

મહારાષ્ટ્ર પોલીસના નિવૃત્ત એસીપી શમશેરખાન પઠાણે આ સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે આતંકવાદી કસાબ જે ફોન પરથી તેના આકાઓને વાત કરતો હતો તે ફોન પરમબિરસિંહે પોતાની પાસે રાખી લીધો હતો. આ મોબાઇલ ફોન કોર્ટ સુધી આજે પણ પહોંચ્યો નથી, જે પુરાવામાં મહત્વની કડી સાબિત થાય તેમ હતો, તેમને આડકતરી રીતે કહી દીધું કે પરમબિરસિંહે આ ફોન એક કોન્સ્ટેબલ પાસેથી છીનવીને પોતાની પાસે છુપાવીને પુરાવાનો નાશ કર્યો હતો, જો આ ફોન મળ્યો હોત તો તેમાથી પાકિસ્તાનમાં થયેલી વાતચીતને લઇને મહત્વના પુરાવા મળ્યાં હોત.

પઠાણે મુંબઈ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં લખ્યું છે કે હું 2007 થી 2011 દરમિયાન મુંબઈમાં સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર હતો, જ્યારે આતંવાદી કસાબ જીવતો પકડાયો હતો ત્યારે મને મારા સાથી અધિકારી એન.આર.માળીએ કહ્યું હતું કે કસાબ પાસેથી એક મોબાઈલ ફોન મળ્યો છે જે એટીએસના પરમબિરસિંહે લઇ લીધો હતો. જેથી ભારતમાં મોટા આતંકી નેટવર્કને લઇને પુરાવા મળી શક્યા ન હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch