Sun,03 December 2023,5:35 am
Print
header

ફરીથી ડ્રગ્સ ઝડપાયું, NCB એ રૂપિયા 20 કરોડની કિંમતનું 2.80 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું, બે મહિલાઓ ઝડપાઇ- Gujarat Post News

મુંબઇઃ ફરી એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2.80 કિલો કોકેઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 20 કરોડ રૂપિયા જેટલી થાય છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ ઓપરેશન પાર પાડ્યું છે.

ઇથોપિયાથી મુંબઇ આવેલી દક્ષિણ આફ્રિકાની એેક મહિલા પાસેથી આ જથ્થો ઝડપાઇ ગયો છે. તેને આ જથ્થો પોતાના પર્સ અને શુઝમાં છુપાવ્યો હતો. જેની બાતમી પહેલાથી જ મળી ગઇ હતી.

મિરાન્ડા નામની વિદેશી મહિલા અંધેરીની એક હોટલમાં આ ડ્રગ્સની ડિલિવરી કરવાની હતી. તે પહેલા જ સુરક્ષા એજન્સીએ તેને ઝડપી લીધી હતી, અહીં ડિલિવરી લેવા આવેલી અન્ય એક વિદેશી મહિલાને પણ ઝડપી પાડવામાં આવી છે.અગાઉ મિરાન્ડા આવી રીતે ડ્રગ્સ લાવી હતી કે કેમ તે મામલે એનસીબીએ તપાસ શરૂ કરી છે. એનસીબીએ બંને મહિલાઓની પૂછપરછ શરૂ કરી છે, તેમના મુંબઇ કનેક્શનની તપાસ થઇ રહી છે

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch