Thu,30 March 2023,6:38 am
Print
header

DRI ની મોટી કાર્યવાહી, એરપોર્ટ પરથી અંદાજે 53 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કરાયું

7.6 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરાયો 

એક પેસેન્જરની કરાઇ ધરપકડ 

મુંબઇઃ થોડા જ દિવસોમાં દેશમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું છે, હાલમાં જ ગુજરાતના દરિયામાંથી અંદાજે 425 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, જે પાકિસ્તાનથી લવાયો હતો, હવે મુંબઇ એરપોર્ટ પરથી ડીઆરઆઇએ 7.6 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે, જે વિદેશથી આવેલા મુસાફરે બેગમાં સંતાડ્યો હતો. બેગની તપાસ કરતા તે જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

ડ્રગ્સ માફિયાઓ સામે મોટી એજન્સીઓની કાર્યવાહી 

ડીઆરઆઇએ પેસેન્જરની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે, આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

નોંધનિય છે કે થોડા જ દિવસોમાં દેશમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, એજન્સીઓ દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch