Thu,25 April 2024,6:30 am
Print
header

મ્યુકોરમાઇકોસિસ અપડેટ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 550 જેટલા દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાઇરસ પછી હવે મ્યુકોરમાઇકોસિસ નામના રોગથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓને આ ચેપ લાગી રહ્યો છે રાજ્યમાં મોટી સંખ્યામાં ફંગસના આવા કેસ આવી રહ્યાં છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવા 550 કેસ છે. જે પૈકી અત્યાર સુધીમાં ફંગસ ઈન્ફેક્શનને લગતા 200 જેટલા ઓપરેશન થઇ ચૂક્યાં છે. ઓપરેશન બાદ 60 જેટલાં દર્દીઓને સમરસ હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. 

આ મહામારી વચ્ચે સારા સમાચાર છે કે મ્યુકોરમાઇકોસિસમાં હવે ઓપીડી કેસ ગત સપ્તાહ કરતાં થોડા ઓછા થયા છે. તબીબો અને વહિવટી તંત્રનું અનુમાન છે કે આગામી બે થી ત્રણ સપ્તાહમાં કેસોની સંખ્યા સ્ટેબલ થઈ જશે. રાજકોટ જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહને જણાવ્યું કે કોરોના કેસોમાં ઘટાડો થયો છે. ઓક્સિજન અને વેન્ટિલેટરવાળા બેડ પણ ખાલી થયા છે. મ્યુકોરમાઇકોસિસના કેસ પણ સ્ટેબલ થશે. સિવિલમાં અલગ સુવિધા ઉભી કરાઈ છે. પોસ્ટ ઓપરેટિવ દર્દીઓને સમરસ હોસ્ટેલમાં સુવિધા આપાવામાં આવી છે. મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનનો જથ્થો સરકારે ફાળવ્યો છે. ખાનગી હોસ્પિટલોમાંથી દર્દીઓનો ડેટા આવશે તે મુજબ ઇન્જેક્શન આપવામાં આવશે.

રોજના 15 થી 18 દર્દીઓનાં ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ સિવિલમાં 550 પૈકી 200 દર્દીની સર્જરી થઈ ચૂકી તે બાદ કરતાં 320 દર્દી એવા છે જેમના ઓપરેશન હજુ થયા નથી. સાથે કેટલાંક કેસોમાં ઓપરેશનની જરૂર ન જણાય તો માત્ર દવાથી દર્દીઓની સારવાર થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch