રાજસ્થાન પેટર્નથી મ્યુકોરમાઇકોસિસની બિમારીની સારવાર મફતમાં કરોઃ હાર્દિક પટેલ
દેશમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં
સરકારી હોસ્પિટલોમાં ઓપરેશનનું લાંબુ વેઇટીંગ હોવાને કારણે મૃત્યુંનું પ્રમાણ વધી રહ્યું છેઃ હાર્દિક પટેલ
અમદાવાદઃ હાલ ગુજરાતમાં કોરોના બાદ બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસનો કહેર જોવા મળી રહ્યો છે. બ્લેક ફંગસની સારવાર અતિ ખર્ચાળ હોવાને કારણે સામાન્ય લોકોને સારવાર પોસાઇ તેમ નથી. આવા સમયે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે કે ગુજરાતમાં સૌથી વધારે મ્યુકોરમાઇકોસિસ ના કેસ છે સરકારી હોસ્પિટલોમાં સર્જરી માટે લાબું વેઇટીંગ છે જેને કારણે જીવ બચાવવા માટે લોકોએ ના છુટકે ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવુ પડે છે. જેમાં 150 જેટલા ઇન્જેક્શન લેવા પડે છે સર્જરી સાથે આ સારવારનો ખર્ચ 10 થી 15 લાખ રૂપિયા થાય છે. ઘણા દર્દીઓનું સારવારના અભાવે મરણ થાય છે જેથી આ મામલે સરકારે દર્દીઓને મદદ કરવી જોઇએ.
રાજસ્થાનની કોંગ્રેસ સરકારે દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં લઇને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર ફ્રી કરાવી છે આ જ રીતે ગુજરાતમાં પણ સારવાર મફતમાં કરાવવામાં આવે તો દર્દીઓને રાહત થઇ શકે છે. એક તરફ ઇન્જેક્શનની અછત અને કાળાબજારીને રોકવામાં પણ સરકાર નિષ્ફળ ગઇ છે. તેવામાં જો ગુજરાત સરકાર રાજસ્થાન સરકારની જેમ સારવાર ફ્રી કરાવે તો ઘણી રાહત થઇ શકે તેમ છે. નોંધનિય છે કે રાજ્યમાં મ્યુકોરમાઇસિસના કેસની સંખ્યા વધી રહી છે અને દર્દીઓના સગાઓ ઇન્જેક્શન માટે હેરાન થઇ રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
વૈશ્વિક કક્ષાના સુરતના ડાયમંડ બોર્સને લોકો ભૂતિયું બિલ્ડિંગ કહેવા લાગ્યા, જાણો શું છે કારણ ? | 2024-04-17 08:20:49
સાયબર ક્રાઈમ બ્રાન્ચના નકલી ઓફિસર બનીને છેતરપિંડી કરનારા આરોપીઓની ધરપકડ, ઉદ્યોગપતિને નકલી નોટિસ મોકલી હતી | 2024-04-17 08:02:16
ACB ટ્રેપઃ ગાંધીનગરની આ પંચાયતના તલાટી કમ મંત્રીએ માંગી હતી રૂ.2 લાખની લાંચ, રૂ.50 હજાર લેતા ઝડપાયા | 2024-04-16 20:36:58
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04
રાજકોટઃ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભર્યાં બાદ શું પરત ખેંચશે ફોર્મ ? Gujarat Post | 2024-04-16 12:11:03
પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પ્રવાસે, આજે સાંજે ભાવનગરમાં કરશે સભા- Gujarat Post | 2024-04-16 08:26:39