Sun,25 July 2021,5:31 pm
Print
header

SPG વધારશે ભાજપની ચિંતા, લાલજી પટેલે કહ્યું જે પાર્ટી પાટીદારો સાથે હશે તેને સમર્થન કરીશું

AAP ની એન્ટ્રી વચ્ચે હવે પાટીદાર સંગઠનો સક્રિય

મહેસાણાઃ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા હવે રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંસ્થાઓ સક્રિય થઇ રહી છે પાટીદાર સંસ્થા (સરદાર પટેલ ગ્રુપ) એસપીજીએ હવે ભાજપની ચિંતા વધે તેવું કામ કર્યું છે, મહેસાણામાં એસપીજીની કારોબારી બેઠક યોજાઇ ગઇ છે જેમાં એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે સ્પષ્ટ કરી દીધું છે કે જે પાર્ટી પાટીદારોને સમર્થન કરશે તેમને અમે સમર્થન કરીશું. એક રીતે તેમને ભાજપની વિરોધમાં અને આપના સમર્થનમાં ઇશારો કર્યો છે કારણ કે આ એ જ ભાજપ છે જેના રાજમાં આંદોલનકારી પાટીદારો પર અત્યાચાર કરવામાં આવ્યો છે. જેથી એસપીજી હવે ભાજપ સામે રણનીતિ તૈયાર કરી રહી છે.

એક તરફ સુરતમાં જ્યા પાટીદારોની સંખ્યા વધારે છે ત્યાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે આપ હવે આખા ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવી રહી છે ઉદ્યોગપતિ મહેશ સવાણી સહિત અનેક જાણીતી હસ્તીઓ આપમાં જોડાઇ રહી છે આ બધાની વચ્ચે હવે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના ગઢમાં સક્રિય એસપીજીએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

એસપીજી પાટીદાર સમાજના અનેક પ્રશ્નોના મુદ્દે લડત આપી રહ્યું છે અને હવે આ સંસ્થાએ કારોબારીમાં પણ ઠરાવ કર્યો છે કે જે પાર્ટી પાટીદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે તે પાર્ટીને એસપીજી ચૂંટણીમાં સમર્થન કરશે.ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા હવે સામાજિક સંસ્થાઓ પણ ભાજપ સરકાર પર દબાણ બનાવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch