Fri,19 April 2024,2:12 pm
Print
header

શાબાશ MP પોલીસ, કરી એવી કામગીરી કે તમે પણ બોલી ઉઠશો વાહ વાહ...

ઈન્દોરઃ દેશમાં હાલ કોરોનાએ તાંડવ મચાવ્યું છે. દેશમાં રોજના કેસની સંખ્યા 1.80 લાખને વટાવી ગઈ છે. કોરોનાનો કહેર વધતાં દેશમાં ફરી લોકડાઉન નાંખવામાં આવશે તેવી અટકળો થઈ રહી છે.ગત વર્ષે નાંખવામાં આવેલા લોકડાઉનને કારણે અચાનક બધુ બંધ થઈ જતાં સૌથી વધુ કફોડી હાલત શ્રમિકોની થઈ હતી. ગત વર્ષના લોકડાઉનમાંથી બોધપાઠ લઈ હાલ વિવિધ રાજ્યોમાંથી શ્રમિકો તેમના વતનમાં પલાયન કરી રહ્યાં છે.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં પોલીસે મહારાષ્ટ્રથી આવતાં તેમના રાજ્યોના શ્રમિકોને નાસ્તાનું વિતરણ કર્યુ હતું. જે શ્રમિકોએ માસ્ક નહોતા પહેર્યાં તેમની પાસેથી દંડ લેવાના બદલે માસ્ક પણ પહેરાવ્યાં હતા. સામાન્ય રીતે જનતામાં પોલીસની છબી ખરાબ હોય છે પરંતુ અહીં પોલીસે સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

એક શ્રમિકે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જઈ રહ્યો છું. મહારાષ્ટ્રમાં કર્ફ્યૂ  નાખી દેવામાં આવ્યો છે. હું ગત વર્ષ જેવી સ્થિતનું જોવા માંગતો નથી જેમાં અમારી હાલત કફોડી બની હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch