Thu,25 April 2024,10:42 am
Print
header

મધ્યપ્રદેશના ભીંડમાં સુહાગરાતે જ છત પરથી કૂદીને ભાગી દુલ્હન, પણ..

ભીંડઃ મધ્યપ્રદેશના ભીડના ગોરમી વિસ્તારમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. એક દુલ્હન પોતાના લગ્નની સુહાગરાતે જ છત કૂદીને ભાગી ગઈ હતી. દુલ્હાએ લગ્ન કરવા માટે 90 હજારમાં સોદો નક્કી કર્યો હતો. પરંતુ લગ્ન કર્યાં બાદ જ્યારે ઘરે આવ્યો અને રાત્રે આ બનાવ બનતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જેને લઈને તેણે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ગોમરી પોલીસે ત્રણ લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.

જાણકારી મુજબ ગોરમી વિસ્તારમાં રહેતા દિવ્યાંગ સોનુ જૈનના લગ્ન ન હતા થતાં, આ દરમિયાન તેનો પરિચય ગ્વાલિયરના ઉદલ ખરીક સાથે થયો. તેણે લગ્ન કરાવવાનું કહી એક લાખ રૂપિયા માંગ્યા હતા. જે બાદ  સોનુએ 90 હજારમાં સોદો નક્કી કર્યો હતો. ઉદીક બે દિવસ પહેલા અનીતા રત્નાકર નામની મહિલાને લઈ ગોરમી પહોંચ્યો હતો. જે બાદ તેમના લગ્ન લેવાયા હતા.

અનીતાના પરિવારના લોકોની સામે જ લગ્ન સંપન્ન થયા હતા. સોનુના પરિવારજનોએ વર-વધૂને આશીર્વાદ આપ્યા, અનીતાની સાથે આવેલા જિતેન્દ્ર તથા અન્ય લોકો રૂમની બહાર સુતા હતા. રાતના સમયે અનીતા તબિયત ખરાબ હોવાનું બહાનું કરીને છત પર જતી રહી હતી.જ્યાંથી કૂદકો મારીને ભાગી ગઈ હતી. મધરાતે જ્યારે પરિવારજનોની નીંદ ઉડી ત્યારે વહુની શોધખોળ શરૂ કરી હતી પરંતુ નજરે પડી ન હતી. વહુને ન જોતાં પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને આસપાસના વિસ્તારમાં સર્ચ કરીને અનીતાને પકડી લીધી હતી. જે બાદ પતિ સોનુએ ગોરમી પોલીસ સ્ટેશનમાં તેની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. આવા કિસ્સાઓ ગુજરાતમાં પણ બની રહ્યાં છે ત્યારે લોકોએ પણ આવી લૂંટથી સાવધાન થઇ જવાની જરૂર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch