Sat,13 June 2026,3:14 pm
Print
header

ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા

  • Published By Panna Patel
  • 2026-05-19 14:12:19
  • /

ચાલતી કારમાં આગ લાગતા બે લોકોનાં મોત થઇ ગયા 

માતાનો બચાવ થયો પુત્રી અને પિતાનું મોત 

ખંભાળિયા-દ્વારકાઃ મંગળવારે ખંભાળિયા-દ્વારકા હાઇવે પર એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. એક ચાલતી કારમાં આગ લાગતા પિતા અને પુત્રી જીવતા સળગી જતા તેમના મોત થયા છે. કારમાં સવાર મહિલાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતા. આ અકસ્માતને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે અને ઘટના સ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.

ખંભાળિયા-દ્વારકા હાઇવે પર એક સ્વીફ્ટ કારમાં અચાનક આગ લાગતા પિતા વલ્લભભાઇ સુવા અને પુત્રી હિરલબેન (ઉં.વ-23) સળગી જતા મોત થયું હતું. જેમાં માતા સતીબેનનો આબાદ બચાવ થયો હતો. ચાલતી કારમાં અચાનક આગ લાગતા કારમાંથી બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. આ બનાવ રણજીપુર ગામ નજીક  થયો હતો. હાલમાં પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch