Sat,20 April 2024,2:58 pm
Print
header

વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ હવે ઓળખાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે

અમદાવાદઃ શહેરના મોટેરામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંડે આ સ્ટેડિયમનું ઉદ્દઘાટન કર્યું છે. જેની તકતી પર નરેન્દ્ર મોદીનું નામ લખેલું છે. સ્ટેડિયમની પાસે 233 એકર વિસ્તારમાં સ્પોર્ટ્સ એન્ક્લેવનું પણ ભૂમિપૂજન કરાયું છે, જેને સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવના નામથી ઓળખવામાં આવશે. જ્યાં ઓલિમ્પિક જેવી રમતો રમવામાં પણ સરળતા રહેશે.

ઉદ્ઘઘાટન વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં સરદારનું નામ ભૂલાઇ ગયું હતુ પરંતુ મોદીજીએ એવું કામ કર્યું છે કે હવે સરદાર બધાના દિલોમાં રહેવાના છે. આ પ્રંસગે શાહે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. નોંધનિય છે કે આજથી મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે જેને જોવા માટે હજારો લોકો અહીં પહોંચ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch