Wed,24 April 2024,5:42 am
Print
header

કોરોનાના કહેર વચ્ચે મોરવા હડફ પેટાચૂંટણીમાં મતદારોએ લગાવી લાંબી લાઈન

પંચમહાલ: ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. તેમ છતાં મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ મતદાન કર્યું છે. વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે. કુલ 329 મતદાન મથકો પર વોટિંગ યોજાઈ રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તારમાં યોજાઈ રહેલી આ પેટા ચૂંટણીમાં મતદાન માટે ભીડ જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા બુથોમાં મતદારોની લાઈનો જોવા મળી છે.ચૂંટણી અધિકારીઓ દ્વારા કોવિડ19 ના ગાઈડ લાઈન અનુસાર જ મતદારોને મતદાન કરવા દેવામાં આવી રહ્યું છે. જો કે કેટલીક જગ્યાઓએ ભીડ પણ જોવા મળી રહી છે.

1645 ચૂંટણીકર્મીઓ સહિત એક આરોગ્યકર્મી પણ ફરજ પર છે. મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે 2,19,337 મતદારો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch