વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
મોરોક્કોઃ આફ્રિકન દેશ મોરોક્કોમાં વહેલી સવારે આવેલા ભૂકંપને કારણે ભારે તબાહી સર્જાઈ છે. ભૂકંપના આવેલા આંચકા બાદ ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, જેમાં અંદાજે 2,000 લોકોના મોત થયા છે. ભૂકંપની તીવ્રતા 6.8 હોવાનું સામે આવ્યું છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ભૂકંપનું કેન્દ્ર મોરોક્કોના મરાકેશ શહેરથી લગભગ 70 કિમી દૂર હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર મરાકેશથી લગભગ 350 કિલોમીટર દૂર રાજધાની રાબાતમાં પણ અનુભવાઈ હતી.
ભારતીય સમય અનુસાર અહીં સવારે 3.41 કલાકે ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ઉત્તર આફ્રિકામાં 120 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે. USGS એ જણાવ્યું કે 1900 થી આ વિસ્તારના 500 કિમી વિસ્તારમાં M6 અથવા તેનાથી મોટો કોઈ ભૂકંપ આવ્યો નથી. અહીં M-5 સ્તરના 9 ભૂકંપ નોંધાયા છે.
જૂની ઇમારતો ધરાશાયી થઈ, લોકો તેમના ઘરોમાંથી ભાગી ગયા
ભૂકંપને કારણે ઘણી જૂની ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા છે, સોશિયલ મીડિયા પર ભૂકંપ સાથે જોડાયેલા ચોંકાવનારા ફોટા અને વીડિયો શેર કરવામાં આવી રહ્યાં છે.ઘરો ધરાશાયી થવાના મોટા ભાગના કેસો જૂના શહેરમાં મરાકેશમાં બન્યાં છે. લોકોએ વહીવટીતંત્ર સાથે મળીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. શહેરની પ્રખ્યાત રેડ વોલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે, જેમાં એક ભાગમાં મોટી તિરાડો જોવા મળી રહી છે અને કેટલાક ભાગ પડી ગયા છે અને રોડ પર કાટમાળ પડ્યો છે.
વડાપ્રધાન મોદીએ પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો
Extremely pained by the loss of lives due to an earthquake in Morocco. In this tragic hour, my thoughts are with the people of Morocco. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. India is ready to offer all possible assistance to…
— Narendra Modi (@narendramodi) September 9, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, 'મોરોક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખૂબ જ દુઃખી છું.આ દુઃખદ સમયે મારી સંવેદના મોરોક્કોના લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યાં છે. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
એશિયન ગેમ્સ 2023: ચીનમાં લહેરાવ્યો તિરંગો, ભારતે વર્લ્ડ રેકોર્ડ તોડીને પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો | 2023-09-25 08:56:26
Un માં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું, Pok ખાલી કરવા મામલે આપ્યો સણસણતો જવાબ- Gujarat Post | 2023-09-23 11:04:31
ભારતનો કોન્સર્ટ રદ્દ થતાં જ કેનેડિયન સિંગર શુભનીત સિંહના બદલાયા સૂર, કહ્યું– ભારત મારો પણ દેશ છે | 2023-09-22 11:16:57
મોદીના મિત્ર બાઇડેનની સરકાર પણ કેનેડાની તરફેણમાં, કહ્યું કેનેડામાં થયેલી હત્યાની તપાસ થવી જ જોઇએ- Gujarat Post | 2023-09-22 11:12:20
આ લોકોને નાની લાંચ તો પસંદ જ નથી....સુરતના પી.એસ.આઇ ACBના સંકજામાં ફસાયા, રૂ.10 લાખની લીધી હતી લાંચ | 2023-09-24 09:58:35
અમદાવાદ એરપોર્ટ પર ફરીથી દાણચોરીનું 1.33 કિલો સોનું પકડાયું, આરોપીની કરાઇ અટકાયત | 2023-09-22 16:14:56
ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત | 2023-09-22 16:08:12
ભારત વિરોધીઓને જવાબ, મહિન્દ્રા ગ્રુપે કેનેડામાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી, હિન્દુઓને લઇને કેનેડા સરકારે કહી આ વાત- Gujarat Post | 2023-09-22 13:23:32
પિત્ઝા પ્રેમીઓ આ વાંચી લેજો....અમદાવાદમાં આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અપાયા વંદા વાળા પિત્ઝા ! | 2023-09-22 13:09:45