સુરતઃ ડાયમંડ સિટીમાં બે દિવસ પહેલા મુશળધાર વરસાદ બાદ હવે બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થતાં રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યાં છે, જેને કારણે ખાડીઓ હાલ જાણે મોતનો કૂવો બની ગઈ હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિ વચ્ચે વરસાદી પાણીમાં ડૂબી ગયેલા વધુ ત્રણ યુવાનોના 36 કલાક બાદ મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક 29 પર પહોંચી ગયો છે.
ડિંડોલીની બદરીનાથ સોસાયટીમાં રહેતા બે પાડોશી મિત્રો હર્ષલ પ્રવીણભાઈ કરંકાળ (ઉં.વ. 19) અને અજીત બલિરામ પટેલ (ઉં.વ. 31) ગત 7 જુલાઈએ રાત્રે કામ પતાવી ઘરે પરત ફરી રહ્યાં હતા. સચિન રોડ પર ખરવાસા તળાવ પાસે ભારે વરસાદના પાણી ભરાયા હોવાથી બંને મિત્રો તેમાં ડૂબી ગયા હતા. આજે સવારે રાહદારીઓએ પાણીમાં મૃતદેહ તરતા જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેના મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.
મૂળ અમરેલીના અને હાલ મોટા વરાછામાં રહેતા અલ્પેશ રમેશભાઈ દેસાઈ (ઉં.વ. 35) ગત 7 જુલાઈની સાંજે કડોદરા ખાતેથી બાઈક લઈને ઘરે આવવા નીકળ્યાં બાદ ગુમ થયા હતા. આજે ગુરુવારે સવારે વાલક પાટીયા પાસે ખાડીના ધસમસતા પાણીમાંથી ફાયર બ્રિગેડના જવાનોએ અલ્પેશભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
પાસોદરાની સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા અને વરાછામાં ગેરેજ ચલાવતા બે ભાઈઓ સંદીપ ચોવટીયા (ઉં.વ. 27) અને દર્શક ચોવટીયા (ઉં.વ. 25) ગત 7 જુલાઈની સાંજે કાર લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. વાલક પાટીયા પાસે રસ્તા પર પાણીના ભારે પ્રવાહમાં તેમની કાર ફસાઈને ડૂબવા લાગી હતી. બંને ભાઈઓએ કારમાંથી બહાર છલાંગ લગાવી હતી. જેમાં દર્શકે લાકડું પકડી રાખતા નજીકની સ્કૂલના વોચમેનની મદદથી તેનો આબાદ બચાવ થયો હતો.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
ભરુચમાં કલાસ-1 અધિકારીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો, પોલીસને સ્યૂસાઇડ નોટ મળી | 2026-07-13 15:44:15
સુરત બરબાદ થયા પછી સરકાર જાગી, ખાડી વિકાસ માટે રૂ 500 કરોડ મંજૂર કર્યાં | 2026-07-09 18:00:45
સુરતમાં વરસાદનો કહેર, જનજીવન ખોરવાયું, અંડરપાસ પાણીમાં ગરકાવ થતા લોકોની મુશ્કેલીઓ વધી | 2026-07-08 09:06:57