મોરબીઃ તાલુકાના વીરપરડા ગામે એક કુવામાં અચાનક પાણી હિલોળા લેવા લાગવાની અનોખી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે કૂતુહલ સરજાવ્યું છે. છેલ્લાં 7 દિવસથી બની રહેલી આ ઘટનાનું રહસ્ય દિવસેને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. કૂવાના પાણીની હલચલ અંગે અભ્યાસ કરતા એક અલગ જ પેટર્ન સામે આવી રહી છે, જેને પગલે તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ દોડતા થયા છે.
ગત 2 ઓગસ્ટથી કૂવાના પાણીનું પૃથક્કરણ કરવામાં આવતા માલૂમ પડ્યું છે કે, સામાન્ય રીતે સવારના સમયે પાણી એકદમ શાંત રહે છે. બપોરના 1 વાગ્યા બાદ પાણીમાં ધીમે ધીમે ચળવળ શરૂ થાય છે અને 3 વાગ્યા પછી પાણી જોરદાર હિલોળા લેવા લાગે છે. ત્યારબાદ સાંજે 7 વાગતાની સાથે જ પાણી ફરી શાંત થઈ જાય છે. 2 થી 6 ઓગસ્ટ સુધી સળંગ આ પેટર્ન જોવા મળી હતી.
જોકે, 7 ઓગસ્ટ શુક્રવારના રોજ આખો દિવસ કૂવાનું પાણી બિલકુલ શાંત રહ્યું હતું, જેથી સ્થાનિકોએ પાણીમાં ધૂબાકા પણ માર્યા હતા. પરંતુ 8 ઓગસ્ટ શનિવારે બપોર પછી ફરીથી કૂવાના પાણીમાં હિલોળા અને હલચલ શરૂ થઈ ગઈ હતી.
ઘટનાની ગંભીરતા જોઈ મોરબી કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં હતા. જેના અનુસંધાને રાજકોટ ભૂસ્તર વિભાગ અને ગુજરાત વોટર રિસોર્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશનની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી .ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું હતું કે,"સ્થળ તપાસ દરમિયાન સવારે પાણી શાંત હતું અને સવા અગિયાર વાગ્યાની આસપાસ ધીમે ધીમે મૂવમેન્ટ શરૂ થઈ હતી. આ કૂવાથી દરિયો માત્ર 15 કિમી દૂર હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ દરિયાની ભરતી-ઓટ સાથે તેનું કનેક્શન હોવાનું તારણ લાગી રહ્યું છે.
આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે આસપાસના સામાન્ય કૂવા 20 મીટર ત્રિજ્યાના હોય છે, જ્યારે આ કૂવો 33 મીટર ત્રિજ્યા અને 18 મીટર ઊંડાઈ ધરાવે છે. કૂવાની અંદર તળિયા સિવાય સમગ્ર દીવાલ કોંક્રીટથી બાંધેલી છે, જે પણ આ હલચલ પાછળનું એક કારણ હોઈ શકે છે
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ | 2026-09-11 17:24:02
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો | 2026-09-10 18:09:55
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
જૂનાગઢ-પોરબંદરમાં રૂ. 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં પોલીસને સફળતા, મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષે ઝડપાયો | 2026-08-31 20:13:39