મોરબીઃ ભક્તિનગર સર્કલ પાસે ફાયરિંગ કરીને નીફ કાસમાણી ઉર્ફે મામુ દાઢીની હત્યા કરી નાખવામાં આવી છે, અજાણ્યા શખ્સોએ કરેલા આ હુમલામાં મામુ દાઢી અને તેની સાથે અન્ય બે લોકોને પર ગોળિયો વરસાવી હતી. જેમાં ઘટના સ્થળે મામુ દાઢીનું મોત થયું છે. અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જૂની અદાવતમાં આ ખૂની ખેલ ખેલાયો છે. ભક્તિનગર સર્કલ પાસે નવા બની રહેલા ઓવરબ્રિજ પાસે સાડા 9 વાગ્યાના ટકોરે ગોળીબાર થયો હતો.
મોરબીના ખાટકીવાસમાં રહેતો નામચીન હનિફ હાજી કાસમાણી ઉર્ફે મામુ દાઢી (ઉ.વ.55), મહમદ હુસૈન, યાસીન, કાદરી, આરિફ, હાજી અને એક અજાણ્યો વ્યક્તિ ફોર્ચ્યુનર કારમાં રાજકોટથી મોરબી તરફ જતા હતા, સનાળા બાયપાસ નજીક ભક્તિનગર સર્કલ પાસે પહોંચ્યા હતા ત્યારે એક બોલેરો ધસી આવી હતી અને ફોર્ચ્યુનર આડે રાખી રસ્તો રોકી દીધો હતો. બોલેરોમાંથી ઇમરાન બોટલ, રિયાઝ મેમણ, આરિફ મીર, ઇસ્માઇલ બ્લોચ, ઇરફાન બ્લોચ, રમીઝ ચાનિયા અને એઝાઝ ચાનિયા સહિતનાઓ નીચે ઉતર્યાં હતા અને ફોર્ચ્યુનર પર અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા હતા.
ખાટકીવાસમાં છ મહિના પહેલા થયેલી હત્યામાં મામુ દાઢી અને તેના પુત્ર સહિતના આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.મામુ દાઢી બે મહિના પહેલા જ જેલમાંથી જામીન પર છૂટ્યો હતો તેનો પુત્ર હજુ પણ આ હત્યા કેસમાં જેલમાં છે, મામુ દાઢી જેલમાંથી છૂટ્યો ત્યારથી જ તેની હરીફ ગેંગના લોકો તેના પર વોચ ગોઠવીને બેઠા હતા. હાલ મોરબીના SP, DYSP, મોરબી એ ડીવીઝન પોલીસ તેમજ LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે, આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29