રૂપિયા 250 કરોડથી વધુના બેનામી હિસાબો મળ્યાં
પ્રથમ દિવસે ત્રણ કરોડ રૂપિયા કેશ મળ્યાં હતા, બીજા દિવસે પણ કરોડોની રોકડ મળી
ડિજિટલ ડેટા મળ્યાં બાદ કરચોરીનો સાચો આંકડો સામે આવશે
રાજકોટઃ મોરબીમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરતાં રૂ. 250 કરોડથી વધુના બેનામી હિસાબો શોધી કાઢ્યાં છે. આ દરોડામાં રૂ. 11 કરોડથી વધુની રોકડ અને રૂ. 5 કરોડની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આઇટી વિભાગે 32 બેંક ખાતા સીલ કર્યા છે.
મંગળવારે વહેલી સવારે 5 વાગ્યે આવકવેરા વિભાગની 40 ટીમોએ મોરબીના ચાર મોટા ગ્રુપો પર દરોડા પાડ્યાં હતા. આ ગ્રુપમાં લેવીસી સિરામિક, મેટ્રો સિરામિક, ઇડન ગ્રુપ અને મોર્ડન હોમ પ્લાન ગ્રુપનો સમાવેશ થાય છે. છેલ્લા બે દિવસથી આ ગ્રુપોના માલિકોનાં ઘર, ઓફિસ અને કારખાનાઓમાં તપાસ ચાલી રહી છે. હાલમાં ડિજિટલ ડેટાની તપાસ ચાલુ છે, સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે, જેથી બેનામી સંપત્તિનો આંકડો વધી શકે છે.
રાજકોટ ઈન્વેસ્ટિગેશન વિંગના જોઇન્ટ કમિશનરના નૈતૃત્વમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહિનાઓની સઘન તપાસ બાદ કરચોરી પકડવામાં સફળતા મળી છે. અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારોની સાથે ગોલ્ડ, ડાયમંડ જ્વેલરી આઈટી ટીમને મળી છે. આઈટીની કાર્યવાહીથી કન્સ્ટ્રક્શન, સિરામિક, કોટન સાથે સંકળાયેલા ગ્રુપોમાં ફફડાટ ફેલાયો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
જસદણના વિંછીયા રોડ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત, નાયબ મામલતદારનું મોત | 2026-08-09 09:17:02
મોરબીના વીરપરડામાં કુવામાં હિલોળા લેતું પાણી એક દિવસ શાંત રહ્યાં બાદ ફરી હલચલ શરૂ થઈ | 2026-08-09 09:08:25
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
રાજકોટઃ ડોક્ટરની ચેતવણી છતાં પતિએ પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો, જાણો આગળ શું થયું ? | 2026-08-07 08:47:15
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24