Thu,25 April 2024,1:25 pm
Print
header

રસીકરણના 100 કરોડ ડોઝ આપવાની વૈશ્વિક સિદ્ધિ, મોરબીમાં કોરોના વોરીયર્સની સેવાઓને બિરદાવાઇ

સિવિલ હોસ્પિટલ ખાતે પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરાયા

મોરબીઃ રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, દેશમાં કોરોના રસીકરણના 100 કરોડ ડોઝ આપવાની વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરતાં સાંજે આરોગ્ય કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બેન્ડની સુરાવલી સાથે પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ, જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, સિવિલ હોસ્પિટલના અધિક્ષક દુધરેજીયાએ હાજરી આપી હતી, જેમાં હસ્તીઓના હસ્તે કોરોના વોરીયર્સ અને રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોનાની વૈશ્વિક મહામારીને દેશવટો આપવા અને નાગરિકોને વાયરસ સામે સુરક્ષા પ્રદાન કરવા ભારતે 100 કરોડ કોવિડ વેક્સિનના ડોઝ આપવાની વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ સિદ્ધિ હાંસલ થતાં મોરબી સિવિલ હોસ્પિટલમાં આકાશમાં ફુગ્ગાઓ મુક્ત કરીને કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી.

કોરોનાની કપરી સ્થિતિમાં પોલીસ, આરોગ્ય વિભાગ સહિત તમામ વિભાગના કોરોના વોરીયર્સ અને આરોગ્ય કર્મીઓએ રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરીને મહામારી પર કાબૂ મેળવ્યો છે. જેમની કામગીરીના દેશભરમાં વખાણ થઇ રહ્યાં છે ત્યારે આજે તેમને ફરીથી સન્માન આપવામાં આવ્યું છે. નોંધનિય છે કે મોદી સરકારે નાગરિકોને 100 કરોડ રસીના ડોઝ આપીને વિશ્વભરમાં ઝડપી રસીકરણનું ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch