Thu,25 April 2024,11:31 pm
Print
header

હવામાન વિભાગની આગાહી, આ વર્ષે ચોમાસાનું આ તારીખથી થશે આગમન

ગાંધીનગરઃ કેરળમાં ચોમાસાના આગમનના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય છે, હવામાન વિભાગે આ મહિનાની શરૂઆતમાં જ અનુમાન લગાવ્યું હતું કે પહેલી જૂનથી દક્ષિણ, પશ્ચિમની હવા ધીમે ધીમે જોર પકડી શકે છે,જેને કારણે કેરળમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. જ્યારે કેરળમાં હવે 3 જૂનથી ચોમાસાનું આગમન થઈ જશે. ઓછા સ્તરની હવાઓમાં આવેલો બદલાવ થોડા જ સમયમાં વરસાદ બનીને પડશે, જેમ-જેમ મોન્સુન ઉત્તર તરફ વધે છે તેમ તેમ લોકોને ગરમીથી રાહત પણ મળવા લાગે છે. આગાહી મુજબ મુંબઇમાં 15 જૂન સુધી મોન્સુન પહોંચી જશે, પરંતુ રાજધાની દિલ્હી અને ઉત્તર ભારતના લોકોએ હજુ ચોમાસાની રાહ જોવી પડશે.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, કેરળમાં ચોમાસું બેસવામાં માત્ર 2 દિવસ છે. સાથે જ ગુજરાતમાં 15 દિવસ પછી વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. હવામાન ખાતાના મહાનિર્દેશક એમ મહાપાત્રાએ જણાવ્યું કે કર્ણાટકના તટ પર ચક્રવાતીય લહેરોથી દક્ષિણ અને પશ્ચિમમાં ચોમાસુ બેસવાના અણસાર છે. સાથે જ આવનાર પાંચ દિવસમાં પૂર્વોત્તરના અમુક રાજ્યોમાં વરસાદની શરૂઆત થશે. કેરળમાં સામાન્ય રીતે 3 જૂનથી હળવા વરસાદ સાથે ચોમાસું બેસશે, સાથે જ દેશમાં વર્ષાઋતુની શરૂઆત થશે.હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ચોમાસુ ઘણું સામાન્ય રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch