Fri,19 April 2024,10:22 pm
Print
header

અસરગ્રસ્ત તાલુકાઓના ખેડૂતોને રાજ્ય સરકારની સહાય, બજેટમાંથી રૂ. 3200 ઉમરો કરીને પ્રતિહેક્ટર રૂ. 10 હજાર મળશેઃ કૃષિમંત્રી ફળદુ

ફાઇલ ફોટો

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડૂતોને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. કૃષિમંત્રી આર.સી ફળદુએ જાહેરાત કરતા કહ્યું કે, ખેતીને 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા 20 જિલ્લાનાં 123 તાલુકાઓમાં ખેડૂતોને સહાય મળશે. ભૂતકાળના વર્ષોમાં પણ ભાજપ સરકારે ખેડૂતોને મદદ કરી જ છે. આ વર્ષે પણ નુકસાનગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે 3700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. તેમાં ધારાધોરણ પ્રમાણે ખેડૂતોને મદદ આપવામાં આવશે.

કૃષિમંત્રી આર સી ફળદુએ જણાવ્યું હતું કે, વરસાદથી જ્યાં પાકને વધુ નુકસાન થયું છે તેવા 20 જિલ્લાના 123 તાલુકામાં સહાય ચૂકવાશે. રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા 3700 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. તેમને કહ્યું કે ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રતિહેક્ટર SDRFના ધોરણ પ્રમાણે રૂપિયા 6800 મળવા પાત્ર હોય છે.રાજ્ય બજેટમાંથી 3200 રૂપિયાનો ઉમરો કરીને પ્રતિહેક્ટર 10 હજાર મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં 20 હજાર સુધીની સહાય મળશે. ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ કરાશે.

કૃષિમંત્રીએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે પેકેજની જાહેરાત કરી છે. તેમા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને નુકસાનમાં આવરી લેવાયા છે. આ વર્ષે પણ વઘુ વરસાદન કારણે ખેતીને નુકસાન થયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વેના રિપોર્ટ આવ્યા છે. SDRF પ્રમાણે સહાય કરવા જણાવ્યું છે. તાલુકા કક્ષાએ રેન્ડમ સર્વે કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત ખાતેદારોને પાક નિષ્ફળ જવા પર સહાય સીધી ખાતામાં જમા થશે. સરકારની સહાય મેળવવા માટે ખેડૂતોએ 1 ઑક્ટોબરથી અરજી કરવાની રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch