Tue,23 April 2024,1:36 pm
Print
header

સરકાર દરેક વિષય પર ખુલીને ચર્ચા માટે તૈયારઃ સંસદના શિયાળુ સત્ર પહેલા મોદીનું નિવેદન

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ મીડિયાને સંબોધન કર્યુ હતું. તેમણે દરેક વિષય પર સરકાર ખુલીને ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે પણ ગૃહમાં શાંતિ હોવી જોઈએ અને બધાનું સન્માન જળવાવવું જોઈએ.

મોદીએ એમ પણ કહ્યું કે આ સત્ર ખૂબ મહત્વનું છે. દેશનો દરેક નાગરિક પ્રગતિની ચર્ચા થાય તેમ ઈચ્છે છે.દેશહિત અને વિકાસ માટે સંસદમાં ચર્ચા થવી જોઈએ. કોરોનાના નવા વેરિઅન્ટને લઈને તેમણે કહ્યું કે તે આપણને સતર્ક અને સજાગ કરે છે. સત્ર સતત અવરોધવાના બદલે કેટલું સકારાત્મક કામ થયું, ભવિષ્યમાં સંસદને કેવી રીતે ચલાવવી જેવા મુદ્દા પર ચર્ચા થવી જોઈએ, નહીં કે કોણે કેટલું જોર લગાવીને સત્ર સ્થગિત કરાવ્યું.

આજથી શરૂ થયેલુ સત્ર 19 દિવસ ચાલશે. જેમાં લગભગ 30 બિલ રજૂ કરાશે, કૃષિ કાનૂન વાપસી સંબંધિત બિલ પણ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch