Sat,20 April 2024,9:13 am
Print
header

દેશમાં કોરોનાની સ્થિતિ અંગે PM મોદીએ કરી સમીક્ષા, આપ્યાં મહત્વના નિર્દેશો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ પર ગુરૂવારે વ્યાપક સમીક્ષા બેઠક કરી હતી.તેમની સાથે કેંદ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમન, સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, પીયુશ ગોયલ સહિત અન્ય મંત્રી અને અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠક દરમિયાન દેશના વિભિન્ન રાજ્યો અને જિલ્લામાં કોરોનાથી બગડેલી સ્થિતિની તસવીર પીએમ મોદી સામે રજૂ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીને સમીક્ષા બેઠક દરમિયાન જણાવવામા આવ્યુ કે, દેશમાં આ સમયે આશરે 12 રાજ્ય એવા છે જ્યાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સાથે પીએમ મોદીએ તે જિલ્લા વિશે પણ જાણકારી મેળવી જ્યાં સૌથી વધુ કોરોના સંક્રમણના એક્ટિવ કેસ છે.

પ્રધાનમંત્રીને તે જણાવવામાં આવ્યું કે, કઈ રીતે રાજ્યો તરફથી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી વધારવા પર કામ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ નિર્દેશ આપ્યાં કે રાજ્યોને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે મદદ અને સૂચન આપવામાં આવે.ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન પીએમ મોદીએ દવાઓની ઉપલબ્ધતા પર પણ સમીક્ષા કરી. તેમણે જણાવવામાં આવ્યું કે કઈ રીતે કોરોનામાં ઉપયોગી રેમડેસિવિર સહિત અન્ય દવાઓનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે.

મોદીએ આગામી કેટલાક મહિનામાં કરવામાં આવનારા વેક્સિનેશનના સ્વરૂપ અને તે દિશામાં થઈ રહેલા કામની માહિતી મેળવી હતી.તેમને કહેવામાં આવ્યું કે, આશરે 17 કરોડ 7 લાખ વેક્સિન રાજ્યોને સપ્લાઈ થઈ છે. આ સાથે પીએમ મોદીએ રાજ્યવાર વેક્સિનના બગાડ પર પણ સમીક્ષા કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch