Mon,09 December 2024,12:25 pm
Print
header

કેનેડામાં ભારતીયોને ખાલિસ્તાનીઓએ આપી ધમકી, મોદી સરકારે કેનેડામાં રહેતા ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી

ઓટાવાઃ મોદી સરકારે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને હિંસાને ધ્યાનમાં રાખીને કેનેડામાં હાજર અથવા તેની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને સાવધાની રાખવા કહેવામાં આવ્યું છે.

ભારત સરકારની આ એડવાઈઝરી કેનેડા માટે પણ યોગ્ય જવાબ છે. કારણ કે કેનેડા સરકારે એક એડવાઈઝરી બહાર પાડીને ભારતમાં રહેતા કેનેડિયન નાગરિકોને ઉચ્ચ સ્તરની સાવચેતી રાખવા વિનંતી કરી હતી. કેનેડા દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને ભારતમાં અત્યંત સાવધાની રાખવી જોઈએ. જો શક્ય હોય તો ભારતની બિન-જરૂરી મુસાફરી ટાળો.

ભારત સરકારે એડવાઇઝરી કરી જારી

એડવાઈઝરીમાં જણાવાયું કે તાજેતરની ધમકીઓએ ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયને નિશાન બનાવ્યાં છે. આ ધમકીઓએ ખાસ કરીને ભારત વિરોધી એજન્ડાની ટીકા કરનારાઓને નિશાન બનાવ્યાં છે. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડામાં કેટલાક સ્થળોની મુસાફરી ટાળે. જ્યાં આવી ઘટનાઓ બની છે.

કેનેડામાં રહેતા ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા ભારતના હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ કેનેડિયન અધિકારીઓ સાથે સંપર્કમાં રહેશે. હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ ઓફ ઈન્ડિયાએ એડવાઈઝરીમાં વધુમાં જણાવ્યું છે કે કેનેડામાં બગડતા વાતાવરણને ધ્યાનમાં રાખીને ભારતીય વિદ્યાર્થીઓને સાવધાની રાખવા સલાહ આપવામાં આવે છે.

કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓએ ઓટાવામાં ભારતીય હાઈ કમિશન અથવા ટોરોન્ટો અને વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની વેબસાઈટ અથવા MADAD પોર્ટલ madad.gov.in દ્વારા પોતાની નોંધણી કરાવવી આવશ્યક છે. જેથી કરીને કોઈ પણ કટોકટીના કિસ્સામાં તેમની સાથે વધુ સારી રીતે સંપર્ક કરી શકાય.

ભારતે ફરી એકવાર જડબાતોડ જવાબ આપ્યો

છેલ્લા 48 કલાકમાં ભારતે બે વાર કેનેડાની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો છે. કેનેડાએ પહેલા ભારત પર ખાલિસ્તાની આતંકવાદી રાજદીપ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને સોમવારે એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો, ત્યાર બાદ જેવા સાથે તેવા નીતિ હેઠળ ભારતે કેનેડાના રાજદ્વારીને પાંચ દિવસમાં કેનેડા પાછા જવાનો આદેશ આપ્યો છે. હવે બંને દેશો વચ્ચે ખાલિસ્તાનીઓને લઇને તનાવ વધી રહ્યો છે.ખાલિસ્તાનીઓએ પણ કેનેડામાં વસતા ભારતીયોને ધમકી આપી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch