Mon,06 December 2021,7:04 am
Print
header

મોદી કેબિનેટે કૃષિ બિલ પરત લેવાનો પ્રસ્તાવ કર્યો પાસ, રાકેશ ટિકૈતે આંદોલન ખતમ કરવાને લઈને કહી આ વાત

નવી દિલ્હીઃ મોદી સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સર્વસંમતિથી ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે, સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ જાણકારી આપતા કહ્યું શિયાળુ સત્રમાં ત્રણેય કૃષિ કાયદા નાબૂદ કરવા અંગે બિલ રજૂ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે ભલે વિવાદાસ્પદ ત્રણેય કૃષિ કાનૂન પરત લેવાની જાહેરાત કરી હોય તેમ છતાં ખેડૂત આંદોલન ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, હાલ આંદોલન ખતમ નહીં થાય, 27 નવેમ્બરે અમારી બેઠક છે, જે બાદ અમે આગળનો નિર્ણય કરીશું.

રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને લખ્યું, મોદીજીએ કહ્યું છે કે 1 જાન્યુઆરીથી ખેડૂતોની આવક બમણી થઈ જશે. અમે પૂછીએ છીએ કે કેવી રીતે બમણી થશે, ખેડૂતોની જીત ત્યારે થશે જ્યારે તેમને પોતાના પાકના સારા ભાવ મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે રાષ્ટ્રજોગ સંબોધન કરીને ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું હતું, દેશવાસીઓની ખરા દિલથી માફી માંગીને કહેવા માંગુ છું કે અમારી તપસ્યામાં કોઈ કમી રહી હશે. જેને કારણે દિવાના પ્રકાશ જેવું સત્ય ખેડૂત ભાઈઓને તેઓ સમજાવી ન શક્યા. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષો કૃષિ કાયદાને મોદી સરકારની સૌથી મોટી હાર ગણી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch