Tue,29 April 2025,1:30 am
Print
header

PM મોદી અને યુનુસની બેંગકોકમાં મુલાકાત, માહોલ બગાડે તેવા નિવેદનોથી દૂર રહેવાની ભારતને સલાહ

બેંગકોક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BIMSTEC સમિટ દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી હતી. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ બંને દેશોના ટોચના નેતૃત્વ વચ્ચે આ પ્રથમ બેઠક હતી. પીએમ મોદી અને યુનુસ વચ્ચે બેંગકોકમાં દ્વિપક્ષીય બેઠક થઈ હતી. મોહમ્મદ યુનુસ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ વાતચીતની વિગતો આપી છે.

શું હતું ભારતનું વલણ ?

વડાપ્રધાન મોદીની થાઇલેન્ડમાં બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથેની મુલાકાત પર, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, વડાપ્રધાન મોદીએ લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. તેમણે યુનુસને કહ્યું કે ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક અને રચનાત્મક સંબંધો બનાવવા ઈચ્છે છે.વડાપ્રધાને એવી પણ વિનંતી કરી હતી કે વાતાવરણને બગાડે તેવી કોઈપણ રેટરિક ટાળવી જોઈએ. વડાપ્રધાને બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત લઘુમતીઓની સુરક્ષા અંગે ભારતની ચિંતાઓને પણ રેખાંકિત કરી હતી.

ભારતનું વલણ સંયમિત છે

બાંગ્લાદેશ દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યાં હોવા છતાં ભારતે અત્યાર સુધી સંયમિત વલણ દાખવ્યું છે. બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસે વડાપ્રધાન મોદીએ યુનુસને પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો.પીએમ મોદીએ પત્રમાં લખ્યું હતું કે, અમે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટેની અમારી સહિયારી આકાંક્ષાઓથી પ્રેરિત, એકબીજાના હિતો અને ચિંતાઓ પ્રત્યે પરસ્પર સંવેદનશીલતાના આધારે આ ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch