Thu,25 April 2024,4:09 am
Print
header

અરવલ્લી SP, PIની જિલ્લા બદલીની માંગ, મોડાસા સાયરા યુવતીના મોત મામલે કોંગ્રેસના સાંસદનો CM રૂપાણીને પત્ર

અરવલ્લી: મોડાસા પાસેના સાયરા ગામની દલિત યુવતીના મોતનો મામલો હવે રાજકીય જોર પકડી રહ્યો છે, આ મામલે અગાઉ આરોપ લાગ્યા હતા કે એસપી મયૂર પાટીલ અને મોડાસા ટાઉન પીઆઇ એન.કે.રબારીએ કેસમાં બેદરકારી રાખી છે, જેથી આ બંનેની અન્ય જિલ્લામાં બદલી કરવાની માંગ ઉઠી છે, જે માટે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મધુસૂદન મિસ્ત્રીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને માંગ કરી છે કે બેજવાબદાર પોલીસ અધિકારીઓની અરવલ્લી જિલ્લામાંથી બદલી કરવામાં આવે, PI રબારીની જિલ્લામાં જ મોડાસા પાસે ઇસરી પોલીસ સ્ટેશનમાં બદલી કરાઇ છે.

આરોપ છે કે જ્યારે 19 વર્ષીય દલિત યુવતીનું અપહરણ થયું પછીના દિવસે જ તેનો પરિવાર મોડાસા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સંદિગ્ધ અપહરણકર્તા ઓનાં નામ આપ્યાં હતા, કારના સીસીટીવી પણ પોલીસને સોંપવામાં આવ્યાં હતા, તેમ છંતા પોલીસે ત્યારે ફરિયાદ લીધી ન હતી, પરિવારજનોને અપમાનિત કર્યા હતા, જિલ્લા પોલીસ વડા મયૂર પાટિલનું વર્તન પણ અયોગ્ય હોવાનું પરિવારજનોએ કહ્યું હતુ. બાદમાં પીઆઇની ઇસરી પોલીસ સ્ટેશનમાં બદલી કરાઇ હતી, જે મોડાસાની નજીક જ છે, એક રીતે તેને બચાવવાનો પ્રયાસ થયો છે. આરોપ એવા પણ છે તે પકડાયેલા બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારને પીઆઇ રબારીએ પોતાના નજીકના હોવાથી બચાવવાના પ્રયાસ થયા હતા.ત્યારે આ બધુ જોતા સાંસદ મધુસૂદન મિસ્ત્રીએ બેદરકાર પોલીસ અધિકારીઓની બદલી કરવાની યોગ્ય જ માંગ કરી છે. તમને એ પણ જણાવી દઇએ કે એસપી મયૂર પાટિલે પત્રકારોને પણ જોઇ લેવાની ધમકી આપી હતી, નોંધનિય છે કે દલિત યુવતીની ઝાડ પર લટકટી લાશ મળ્યાં પછી અપહરણ અને દુષ્કર્મ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઇ છે. હજુ સુધી અન્ય એક આરોપી સતિષ ભરવાડ વોન્ટેડ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch