ગાંધીનગરઃ પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને મોકડ્રીલના આદેશ આપવામાં આવ્યાં છે. આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. ગુજરાતના 18 જિલ્લાઓમાં આવતીકાલે (7 મે, 2025) સાંજે 4 થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ યોજાશે. જ્યારે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે. સમગ્ર મોકડ્રિલને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારની સૂચનાથી ગુજરાતે મોક ડ્રિલની તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત સરકારે 18 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કર્યું છે. મોક ડ્રિલ અંતર્ગત 7 મેના રોજ એટલે કે આવતીકાલે સાંજે 7:30 થી 8 કલાક દરમિયાન બ્લેક આઉટ મોક ડ્રિલ પણ થશે. તમામ નાગરિકો યુદ્ધની સ્થિતિ સમજી શકે તે માટે કેન્દ્રનો આ પ્રયાસ છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોએ મોકડ્રીલ સંદર્ભમાં શું કરવું જોઈએ તેની વિગતો આપતાં કહ્યું કે, આવી પરિસ્થિતમાં નાગરિકોએ આટલું કરવું જોઈએ: ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (1) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. (2) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકો અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે.
કોઈપણ પ્રકારની ઈમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.
7/5/25ના રોજ રાજ્યમાં સાંજે 7.30 થી 8.30 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે. જે દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.
નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપો.
ગૃહ રાજ્યમંત્રીએ નાગરિકોને એવો પણ અનુરોધ કર્યો કે, આ મોક ડ્રિલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભૂજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ અને મોરબી એમ કુલ-18 જિલ્લાઓમાં મોક ડ્રિલ થશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
આવતી કાલે યોજાનાર મોકડ્રીલના આયોજન અનુસંધાને આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. pic.twitter.com/lagATazZh0
— Harsh Sanghavi (@sanghaviharsh) May 6, 2025
ફરી કોરોનાનો ડર...બ્રિટનમાં કોરોનાથી મૃતકોની સંખ્યા એક સપ્તાહમાં બમણી થઇ - Gujarat Post | 2025-05-21 20:33:35
સુરત મોડલ આપઘાત કેસમાં ઘટસ્ફોટ, પ્રેમી ડામ આપતો હતો અને અંગત ફોટો વાઇરલ કરવાની આપી હતી ધમકી | 2025-05-21 12:42:13
સુરતમાં ધોળા દિવસે બેંકમાં લૂંટ, બંદૂકની અણીએ મહિલા કર્મચારીઓને બંધક બનાવીને રોકડ રકમની લૂંટ કરી | 2025-05-21 09:08:43
ACB એ CGST ના અધિકારીને રૂ.2000 ની લાંચ લેતા ઝડપી લીધા, જાણો વધુ વિગતો- Gujarat post | 2025-05-20 18:50:55
રાહુલ ગાંધી મોર્ડન યુગના મીર ઝાફર, આસિમ મુનીર સાથે અડધો ફોટો શેર કરી અમિત માલવિયાએ સાધ્યું નિશાન- Gujarat Post | 2025-05-20 14:32:29
કોરોનાએ ફરી માર્યો ઉથલો, ગુજરાતમાં એક જ અઠવાડિયામાં નોંધાયા 7 કેસ- Gujarat Post | 2025-05-20 12:16:32
અમદાવાદમાં આજે ફરી બુલડોઝર કાર્યવાહી, 8 હજારથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે, 3000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત | 2025-05-20 09:19:09
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારત પાકિસ્તાનની પરમાણુ બોમ્બની ધમકીઓથી ડરવાનું નથી, અમે ઘરમાં ઘૂસીને આતંકીઓને માર્યાં | 2025-05-17 22:51:20
ગુજરાત બોર્ડનું ધોરણ- 10નું 83.08 ટકા પરિણામ, ગત વર્ષ કરતાં વધુ - Gujarat Post | 2025-05-08 08:27:56
Breaking News: આવતીકાલે ધોરણ 10નું પરિણામ થશે જાહેર, આવી રીતે ચેક કરી શકશો રિઝલ્ટ | 2025-05-07 18:36:28
ધોરણ- 12 નું પરિણામઃ વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા, સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ- Gujarat Post | 2025-05-05 10:51:57