Wed,24 April 2024,1:47 pm
Print
header

હવે ભાજપને બતાવશે દબંગાઇ, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ભાજપમાંથી રાજીનામું, અપક્ષ ઝંપલાવશે- Gujarat Post-News

ગુજરાત એગ્રોનું રૂ.300 કરોડનું કૌભાંડ મેં ઉજાગર કર્યું તે આ લોકોને ન ગમ્યુંઃ મધુ શ્રીવાસ્તવ

 

વડોદરાઃ આખરે વાઘોડિયાના નારાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે અને અપક્ષ લડવાની જાહેરાત કરી દીધા છે, ભાજપે અન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે, અગાઉ અનેક વખત ભાજપ સામે થયેલા દબંગ ધારાસભ્ય હવે ખુલીને ભાજપ સામે થશે. તેઓએ કહ્યું કે સંગઠનના કેટલાક લોકોએ મારો ખેલ પાડી દીધો છે.

ભાજપે તેના 166 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, અનેક જગ્યાએ ટિકિટ ન મળતા નારાજગી સામે આવી છે, જો કે દબંગ મધુ શ્રીવાસ્તવને ટિકિટ નહીં મળે તેવું પહેલાથી લાગતુ હતુ. તેઓ અનેક વખત ભાજપ સામે બોલ્યાં છે. તેમની જગ્યાએ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

બીજી તરફ હર્ષ સંઘવીને મળવા ન આવનારા આ નેતાને લઇને ભાજપ પણ નારાજ છે, સંઘવીએ ખુલ્લેઆમ કહ્યું છે તે ચૂંટણીમાં જીત પછી પાર્ટીને નુકસાન કરનારાઓને જોઇ લેવાના છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch