Sat,20 April 2024,2:27 am
Print
header

આખરે ભીડ ભેગી કરનારા કાંતિ ગામીતની પોલીસે કરી ધરપકડ, હાઇકોર્ટની ટકોર બાદ કાર્યવાહી

તાપીઃ કોરોના સંક્રમણમાં નિયમો નેવે મુકીને પૌત્રીની ભવ્ય સગાઇ કરવાના કેસમાં પોલીસે પૂર્વ મંત્રી અને ભાજપ નેતા કાંતિ ગામીતની ધરપકડ કરી લીધી છે. કલમ 308 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. કોરોનાની સ્થિતીમાં પણ સગાઇમાં હજારો લોકોની ભીડ ભેગી કરવા મામલે હાઇકોર્ટની ટકોર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ભાજપ નેતા કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં હજારો લોકોની ભીડ એકઠી કરવાના મામલે ગામીત સહિત 18 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. આ મામલે સુરત ગ્રામ્ય SP ઉષા રાડાને ઘટનાની તપાસ સોંપાઈ છે. 7 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરાયા છે. મહત્વનું છે કે, કાર્યક્રમમાં જેટલા પોલીસકર્મી હાજર હતા તે તમામને સસ્પેન્ડ કરાયા છે.

તાપીમાં ગામીતની પૌત્રીની સગાઇમાં ભીડ એકઠી થવાના મામલાને હાઇકોર્ટે સુઓમોટો તરીકે લીધો છે.હાઇકોર્ટે જણાવ્યું કે તાપીમાં એકત્રિત થયેલી ભીડ અમે જોઇ છે. આ મામલે સરકારને ફટકાર કરતા કહ્યું કે  હજારો લોકો એકઠા થયા ત્યારે તમે શું કરતા હતા. હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે સમારોહમાં આટલી ભીડ ક્યાંથી આવી હતી.

ઉલ્લેખનીય છે કે કાંતિ ગામીતે અગાઉ પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી. કહ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા તે માટે હું માફી માંગુ છું, હવે હું સાચવીશ. ગામડામાં કોરોનાના કેસ ઓછા છે તેમ સમજીને લોકો આવ્યા હતા. સગાઈ જ કરવાની છે તેમ માનીને અમે કાર્યક્રમ યોજ્યો હતો. અમે આમંત્રણ નહોતુ આપ્યું, પરંતુ ગામડામાં લોકો આવી જ રીતે આવી જાય છે. વોટ્સએપના આમંત્રણ પર લોકો આવ્યા હતા. જેને લઇને અમે 1500થી 2000 લોકોનું જમવાનું તૈયાર રાખ્યું હતું.

પૌત્રીના સગાઇ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમતા નજરે પડ્યા હતા. કોરોના સંકટ સમયે સામાજિક અંતરના ધજાગરા ઉડયા હતા અનેક લોકોએ માસ્ક પણ પહેર્યાં ન હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch