Wed,24 April 2024,11:45 pm
Print
header

પોતાની પાર્ટી સામે સવાલ, કોંગ્રેસ ચૂંટણી હારે છે એમાં EVM નહીં, કાર્યકર્તાઓ જ જવાબદાર: ગ્યાસુદ્દીન શેખ- Gujaratpost

કોંગ્રેસમાં ઇલેક્શન મેનેજમેન્ટનો અભાવ 

કાર્યકરો છેલ્લા બે દિવસ એટલે કે મતદાનના દિવસે પણ કામ નથી કરતા

અમદાવાદઃ કોંગ્રેસના આગેવાનોની બેઠકમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે કોંગ્રેસની અંદર ઇલેક્શન મેનેજમેન્ટનો અભાવ છે, તેને કારણે જ કોંગ્રેસ ચૂંટણી જીતી નથી શક્તી પછી EVMનો દોષ કાઢવો નકામો છે. ગ્યાસુદ્દીન શેખે તો ત્યાં સુધીની વાત કરી કે કોંગ્રેસ બુથ મેનેજમેન્ટ અને પોલિંગ એજન્ટનોની કામગીરીમાં પણ નબળી છે. કાર્યકરો છેલ્લા બે દિવસ એટલે કે મતદાનના દિવસે કામ નથી કરતા એટલે જ કોંગ્રેસ હારે છે. મતદાનની આગલી રાત્રે સવારના 5 વગ્યા સુધી કાર્યકરો ચવાણું અને ભજીયા ખાય છે અને મતદાન શરૂ થાય ત્યારે સુઈ જાય છે.

દેશમાં ચૂંટણીઓમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVMના ઉપયોગની શરૂઆત કોંગ્રેસના UPA શાસન દરમિયાન જ થઇ હતી. જો કે 2014ની લોકસભા ચૂંટણી અને ત્યારબાદની વિવિધ ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થતા કોંગ્રેસના નેતાઓ EVMનો દોષ કાઢવા લાગેલા. ત્યાં સુધી કે ચૂંટણીમાં EVMનો ઉપયોગ રદ્દ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

ગુજરાતમાં કોંગ્રેસની ઉત્તર ગુજરાત કારોબારીની બેઠકો ચાલી રહી છે. દરમિયાન ગત રવિવારે કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઇ ભૂરિયાએ પણ કહ્યું હતું કે કોંગ્રેસ હારે એમાં EVMનો વાંક નથી, આમ હવે કોંગ્રેસના નેતાઓ જ કોંગ્રેસની પોલ ખોલી રહ્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch