Wed,24 April 2024,1:01 am
Print
header

BIG NEWS-ટોકયો ઓલમ્પિકમાં ભારતની શાનદાર શરૂઆત, મીરાંબાઈ ચાનૂએ અપાવ્યો સિલ્વર મેડલ

ટોકયોઃ મીરાંબાઈ ચાનૂએ ટોકયો ઓલમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ અપાવીને ઈતિહાસ રચી દીધો છે. મીરાંબાઈએ વેટલિફ્ટીંગમાં 49 કિલોગ્રામમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. વેઇટલિફ્ટિંગના ઇતિહાસમાં ભારતના નામે આ બીજો મેડલ છે. આ પહેલા સિડની ઓલિમ્પિક (2000)માં ભારતને મેડલ મળ્યો હતો. જે મેડલ કર્ણમ મલ્લેશ્વરીએ અપાવ્યો હતો.વેઇટ લિફ્ટિંગમાં કર્ણમ મલ્લેશ્વરી પછી ભારત માટે મેડલ મેળવનારા મીરાંબાઈ બીજા ખેલાડી બન્યા છે, જેને ભારતને ગૌરવ અપાવ્યુ છે. નોર્થ ઇસ્ટના નાનકડા રાજ્ય મણિપુરમાંથી આવતા મીરાંબાઈએ ભારતને મોટી સફળતા અપાવી છે.

49 કિલો વજનની કેટેગરીમાં મહિલાઓની વેઇટલિફ્ટિંગની શરૂઆત સ્નેચ રાઉન્ડથી થઈ હતી. મીરાંબાઈ ચાનુએ પોતાના પ્રથમ પ્રયાસમાં 81 કિલો વજન ઉંચક્યું હતુ, પછી બીજા પ્રયાસમાં તેણે 87 કિલો વજન ઉંચક્યું. મીરાંબાઈ ચાનુનો ​​ત્રીજો પ્રયાસ નિષ્ફળ ગયો.ત્રીજા પ્રયાસમાં તે 89 કિલો વજન વધારવામાં આવ્યું હતુ. સ્નેચ રાઉન્ડમાં તેનું સૌથી વધુ વજન 87 કિગ્રા નોંધાયું હતું. પ્રથમ સ્થાન ચીનના વેઇટલિફ્ટરે જીત્યું, જેમણે સ્નેચમાં 94 કિલો વજન ઉંચકીને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. ભારતની મીરાંબાઈ ચાનૂ અને ચીની વેઇટલિફ્ટર વચ્ચે સ્નેચ રાઉન્ડમાં કુલ 7 કિલોગ્રામ અંતર રહ્યું હતું.

વડાપ્રધાન મોદીએ મીરાંબાઈ ચાનૂને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ભારત મીરાંબાઈ ચાનૂના શાનદાર પ્રદર્શનથી ઉત્સાહિત છે. સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન, તેમની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch