બેંગલુરુઃ દેશના અનેક રાજ્યોમાં કોરોનાનો કહેર ઘટી ગયો છે અને રાજ્યો છૂટછાટ આપવા લાગ્યા છે રાજધાની દિલ્હીમાં આવતીકાલથી મોટાભાગની વસ્તુઓ ખુલી જશે.બીજી તરફ કોરોનાને લઇને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ મોટું નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે યેદિયુરપ્પાએ આરોગ્ય વિભાગને અનલોક બાદ પરત ફરતાં પ્રવાસી મજૂરોનો કોવિડ 19 ટેસ્ટ કરવી સૂચના આપી છે.
હાલ દેશમાં એક્ટિવ કેસની બાબતે કર્ણાટક મોખરે છે કર્ણાટકમાં 1,91,817 એક્ટિવ કેસ છે 25,32,719 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે કર્ણાટકમાં અત્યાર સુધીમાં 32,788 લોકોના કોરોનાથી મોત થયા છે સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80,834 નવા કેસ નોંધાયા છે. 1,32,062 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3303 લોકોના મોત થયા છે.
I will instruct the health department to conduct COVID-19 tests on people/migrant labours who will return to the state after unlock: Karnataka Chief Minister BS Yediyurappa
— ANI (@ANI) June 13, 2021
દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે ભારતમાં સતત 31માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 31 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 82 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે. રિકવરી રેટ 95 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે.વિશ્વમાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03