Mon,13 April 2026,2:00 pm
Print
header

મિડલ ઈસ્ટમાં તણાવ: ભારત હવે તેલ માટે માત્ર ખાડી દેશો પર નિર્ભર નથી, નવા વિકલ્પોની શોધ તેજ

  • Published By Panna Patel
  • 2026-03-21 17:18:07
  • /

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે તેલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાડી દેશોમાંથી એશિયા અને યુરોપના દેશોમાં તેલ-ગેસનો પૂરવઠો ખોરવાયો છે. આ એ જ વિસ્તારો છે જ્યાં ખાડી દેશોના તેલ અને ગેસનો વપરાશ સૌથી વધુ થાય છે. આ દરમિયાન, એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અન્ય કેટલાક સ્થળોએથી પણ તેલ-ગેસની આયાત કરી રહ્યું છે, જે સંકેત આપે છે કે તે હવે માત્ર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અથવા ખાડી દેશો પર નિર્ભર નથી.

રોયટર્સના અહેવાલ મુજબ, ભારતની સરકારી કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમએ ટેન્ડર દ્વારા અંગોલા પાસેથી 20 લાખ બેરલ તેલ ખરીદ્યું છે. મોંઘા મિડલ ઈસ્ટ તેલની ઓછી ઉપલબ્ધતાને કારણે ભારતીય રિફાઇનર્સ હવે વેસ્ટ આફ્રિકન અને એશિયા-પેસિફિક ક્ષેત્રના તેલ તરફ વળી રહ્યાં છે.

ભારત અગાઉ તેલ-ગેસની આયાત માટે મિડલ ઈસ્ટ પર 45 ટકા નિર્ભર હતું, પરંતુ હવે તે નવા રસ્તાઓ શોધી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવથી ભારતની એનર્જી સપ્લાય પ્રભાવિત છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નો રસ્તો બંધ થવાને કારણે ભારતમાં LPG નો પૂરવઠો સૌથી વધુ ખોરવાયો છે.

એશિયા જતા લાખો બેરલ ક્રૂડ ઓઈલની કિંમત નક્કી કરતા બેન્ચમાર્કમાં અચાનક થયેલા વધારાએ એશિયન રિફાઇનર્સ માટે ખર્ચ વધારી દીધો છે, જેના કારણે તેઓ અન્ય વિકલ્પો શોધવા અથવા ઉત્પાદન ઘટાડવા મજબૂર થયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch