અમદાવાદઃ લોકોને અમીર બનવાનો શોખ હોય છે પરંતુ ધનિક બનવા પાછળ તે વ્યક્તિએ કેટલો પરિશ્રમ કર્યો હોય છે તે લોકોની નજરમાં જલદી નથી આવતું. આજે અમે આપને એક એવા ભારતીય ઉદ્યોગપતિ વિશે જણાવીશું જેમણે હોટલોમાં કામ કર્યું, ટેક્સી ચલાવી..પરંતુ આજે તેઓ એવા ધનકુબરોમાં સામેલ છે જેમના અનેક બિઝનેસ છે.
ફોર્બ્સમાં પણ ચમકી ગયા છે
આ ઉદ્યોગપતિનું નામ મુકેશ મિકી જગતિયાની છે. 2015ની ફોર્બ્સની યાદીમાં 10 ભારતીય અમીરોની યાદીમાં તેમનું સ્થાન 10મું હતું. મીકીએ તે વર્ષે 6.6 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે કુમાર મંગલમ બિરલાને પાછળ રાખી દીધા હતા.
લંડન ગયા હતા ભણવા
લેંડમાર્ક ગ્રુપ ગલ્ફમાં નૉન ફુડ આઇટમ્સની ઘણી મોટી કંપની છે. મિકી જગતિયાનીનો જન્મ કુવેતમાં થયો હતો. તેમનો પરિવાર ત્યાં રહેતો હતો. મિકીનું બાળપણ ભારતમાં વિત્યું. પ્રાથમિક શિક્ષણ ચેન્નઇ, મુંબઇ અને બેરુતમાં થયું. ત્યાર બાદ મિકી લંડન જતા રહ્યા. તેમની ઉંમર હતી 17 વર્ષ. તેમણે એકાઉન્ટ્સનો અભ્યાસ કર્યો. પોતાનો ખર્ચ કાઢવા તેઓ ટેક્સી ચલાવતા હતા. કોઇ કારણવશ તેઓ અભ્યાસ પૂરો ન કરી શક્યા પછી તેઓ ત્યાંથી બહેરીન ગયા. અને હોટલમાં રૂમ સર્વિસનું કામ કર્યું.
ભાઇનું થઇ ગયું મોત
કંઇક સારુ કરવા તેઓ લંડનથી કુવૈત આવી ગયા. તેમના ભાઇ લ્યુકીમિયાથી પીડાતા હતા. જેના કારણે તેમનું મોત થઇ ગયું. હવે મિકીની પાસે તેમના પેરન્ટ્સ હતા. પરંતુ કેટલાક વર્ષોમાં તેઓ પણ ગુજરી ગયા. પિતા ડાયાબિટીસ અને માતા કેન્સરમાં મોતને ભેટ્યા. 20 વર્ષની ઉંમરમાં મિકી એકલા રહી ગયા હતા. પરંતુ હિંમત હાર્યા નહીં. મિકીના ભાઇએ બહેરીનમાં એક ભાડાની દુકાન લીધી હતી. ત્યાં તેમણે બેબી પ્રૉડક્ટસનો બિઝનેસ શરૂ કર્યો. ઘરવાળા 6000 ડોલર એટલે કે લગભગ 4 લાખ રૂપિયા મુકીને ગયા હતા જેનાથી બેબી પ્રોડકટ્સની દુકાન શરૂ કરી. અહીં એક દુકાનમાં બાળકોના ખાવાપીવાથી માંડી રમકડાં અને કપડા બધું જ હતું.
આનાથી બિઝનેસ વધ્યો
આ જ બિઝનેસમાં તેમને સફળતા મળી. કેટલાક હેલ્પર્સ રાખ્યા. ત્યાં સુધી કે તેઓ જાતે પેકિંગથી લઇને ડિલીવરી સુધીનું કામ કરવા લાગ્યા. ધીમે ધીમે 6 દુકાનો ખોલી. બધુ સારુ ચાલતું હતું પરંતુ 1992માં ખાડી યુદ્ધ થતાં તેઓ બિઝનેસ દુબઇ લઇ ગયા.
દુબઇમાં સિતારો ચમક્યો
મિકી પરિવારની સાથે દુબઇ શિફ્ટ થઇ ગયા. અહીં તેમણે લેન્ડમાર્ક ગ્રુપની શરૂઆત કરી. આ ગ્રુપનો કારોબાર મિડલ ઇસ્ટ, આફ્રિકા અને ઇન્ડિયા સુધી ફેલાયો. આજે તેઓ ફેશન, ઇલેક્ટ્રોનિક, ફર્નીચર અને હોટલ ઇન્ડસ્ટ્રીમાં છે. તેમના હાથ નીચે 55 હજાર લોકો કામ કરે છે. એશિયાથી આફ્રિકા સુધી 2300 સ્ટોર છે. મિકી યુકેના હાઇ સ્ટ્રીટમાં 6 ટકા શેર હોલ્ડર છે.
આટલા પૈસાદાર હોવા છતાં મિકી જમીન પર સુએ છે, સાદુ જીવન જીવે છે. ગાંધીજીને પોતાનો આદર્શ માને છે. વર્ષ 2000માં મિકીએ અનાથ બાળકો માટે LIFE (Landmark International Foundation for Empowerment) નામનું એક ટ્રસ્ટ બનાવ્યું છે. આ ટ્રસ્ટ ભારતમાં એક લાખ અનાથ બાળકોના શિક્ષણ અને દવાઓનો ખર્ચ ઉઠાવે છે. ચેન્નઇમાં એક વૃદ્ધાશ્રમ પણ ચલાવે છે. મિકી જગતિયાની કહાની એ બતાવે છે કે જીવનમાં મહેનતનો કોઇ વિકલ્પ નથી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
આ વિટામિનની ઉણપથી પીડિત લોકોએ રીંગણ ખાવા જોઈએ, તેની સાથે તમને આ 2 અન્ય મિનરલ્સ પણ મળશે | 2024-03-29 09:52:12
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03