Sat,13 December 2025,1:07 am
Print
header

ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ, જુગારના વિવાદે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કર્યું: મેવાણીએ હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી

  • Published By dilip patel
  • 2025-11-29 17:19:27
  • /

અમદાવાદઃ ગુજરાતના વિવિધ જિલ્લા-તાલુકાઓમાં દારૂ, ડ્રગ્સ, જુગાર અને કુટણખાનાના વેપારના વિવાદે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહારો કરીને રાજીનામાની માંગ કરી છે. એટલું જ નહીં, જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂપકિદી સામે પણ સવાલ ઉઠાવ્યાં છે.

આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં અને 250 તાલુકાઓમાં જાણે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા, કુટણખાના, દારૂના અડ્ડા અને ડ્રગ્સનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે. રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સનો કારોબાર શક્ય નથી.

તેમણે ચેલેન્જ કરતા કહ્યું કે તેઓ નથી માનતા કે ડ્રગ્સનો સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર જાહેર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના કોસ્ટલાઈન દરિયા કાંઠા પરથી અંદાજીત 64 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કોણ છે ગુજરાતનો એક બદમાશ મંત્રી જે ગુજરાતની યુવા પેઢીની નસોમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જે મંત્રી કુટણખાના, દારૂ, જુગારના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય છે એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય.

નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરતા મેવાણીએ કહ્યું કે નથિંગ લેસ ધેન ધેટ (એનાથી ઓછું કઈ નહીં). તેમણે દાવો કર્યો કે આઠ ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર રહેવાનો અધિકાર નથી. ઉપરાંત તેમણે મુખ્યમંત્રીની ચૂપકીદી પર પણ સવાલ ઉઠાવ્યાં. તેમણે પૂછ્યું કે મુખ્યમંત્રીને આ મુદ્દે કઈ કહેવાનું થતું નથી કે પછી તેમને મજા પડી રહી છે. તેમના પેટનું પાણી કેમ નથી હલતું જ્યારે તેમના જ વિધાનસભા ક્ષેત્રમાં દારૂના કારણે બહેન-દીકરીઓ વિધવા થઈ રહી છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch