ફાઇલ ફોટો
ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઓછા લોકો જાણતા હશે કે કપડા વગર સૂવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. માનવામાં આવે છે કે કપડા વગર ઉંઘવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા આશ્ચર્યજનક ફાયદા થાય છે. પુરુષો અને સ્ત્રીઓને પણ વિશેષ લાભ થાય છે.સ્વાસ્થ્યના નિષ્ણાંતો અનુસાર સૂતા સમયે કપડાં પહેરીને સૂઇ જવાથી કપડાના કારણે આપણા શરીરની હીટ એટલે કે તાપ બહાર નીકળી શકતો નથી, તેને કારણે આપણાને ઉંઘવામાં પણ પરેશાની થાય છે અને જ્યારે કપડા વગર ઉંઘીએ છીએ તો શરીરનો તાપ ઓછો થાય છે, આપણાને ઊંઘ જલદી અને ખૂબ સારી આવે છે.
કપડા વગર સૂવાથી તમારા શરીરના હોર્મોન્સને મોટો ફાયદો થાય છે. શરીરનો ન્યૂનતમ તાપમાન આપણા હોર્મોન્સના વિકાસ માટે લાભદાયી હોય છે, એવામાં જેટલા આપણા શરીરના હોર્મોન્સનો વિકાસ થશે. કપડા પહેર્યા વગર સૂવાથી અંગમાં સંક્રમણ થવાનો ખતરો ઓછો થઇ જાય છે. જ્યાં પરસેવો વધારે થાય છે.જેથી તમે ઇન્ફેક્શનથી બચી શકો છો.
આપણું શરીર સર્કેડિયન રિધમ પ્રમાણે ચાલે છે. આ રિધમ શરીરની ગરમી અને ઠંડક પર આધાર રાખે છે. તમારે ઉંઘ માટે 66 થી 70 ડિગ્રી ફેરનહીટ તાપમાન યોગ્ય માનવામાં આવે છે. તેથી કપડાં વગર સૂવું તમારા શરીરનું તાપમાન ઘટાડે છે અને સારી ઉંઘ આપે છે.
કપડા વગર સૂવું પુરુષોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા સંશોધનોમાં કહેવામાં આવ્યું છે કે અન્ડરવેર પહેરવાથી અંડકોશનું તાપમાન વધે છે,જે શુક્રાણુઓની ગુણવત્તાને ખરાબ કરે છે. અંડકોશનું તાપમાન ઓછું અથવા સામાન્ય રાખવામાં આવે છે, તો તે વીર્યની ગુણવત્તા અને જથ્થામાં સુધારો કરે છે.
કપડાં વગર ઉંઘવુ મહિલાઓને કેન્ડિડા યીસ્ટ ઇન્ફેક્શનથી રક્ષણ પૂરું પાડી શકે છે. કારણ કે આ ચેપ ચુસ્ત અને કૃત્રિમ અન્ડરવેર પહેરવાને કારણે અપૂરતા હવાના પ્રવાહને કારણે થાય છે.તેથી સ્ત્રીઓ આ રીતે સૂવાથી યોનિમાર્ગની ખંજવાળ અને કેન્ડીડા ચેપને કારણે થતા દુખાવાથી રક્ષણ મેળવી શકે છે. કપડાં વગર અથવા ઓછા કપડા પહેરીને સારી ઉંઘ લેવાથી ત્વચા પણ સ્વસ્થ બને છે. વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આત્મસન્માન વધી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બને છે.
રાત્રે સૂતી વખતે ભલે તમે ગમે તેવા આરામદાયક કપડા પહેરો પરંતુ તે તમારા શરીરને તમને જોઈતી અનુકૂળતા નહીં આપી શકે. ઊંઘ માટે શરીર ને ઠંડા વાતાવરણની જરૂર પડે છે. એક તો તમારા કપડાં,બીજું તમારી ઓઢવાનો ધાબળો અને ચાદરથી શરીરનો તાપમાન વધવા લાગે છે, જેથી આપણને ઊંઘનું જોઈતું વાતાવરણ મળતું નથી.
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46