Thu,18 April 2024,11:20 pm
Print
header

નીતિન પટેલનો હુંકાર, મહેસાણાનું પાણી પીધું છે, 30 વર્ષથી પાર્ટીમાં છું- એમ કોઇ હલાવી પણ ન શકે

નીતિન પટેલની ધમાકેદાર બેટિંગ, વિરોધીઓને જવાબ 

 

ગાંધીનગરઃ બીજી વખત પણ નીતિન પટેલને મુખ્યમંત્રી પદ મળવાની માત્ર ચર્ચાઓ જ સાબિત થઇ, ભાજપમાં જ નીતિન પટેલના વિરોધીઓએ તેમને વેંતરી નાખ્યાં હોવાની વાતો વહેચી થઇ છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ બનતા કોઇ પાટીદારને ડે.સીએમ પદ મળે તેમ લાગતું નથી, જેથી હવે નીતિન પટેલને લઇને જાત જાતની ચર્ચાઓ થઇ રહી છે આ બધાની વચ્ચે નીતિન પટેલે મહેસાણામાં હુંકાર કરીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. પોતાના ભાષણમાં કહ્યું કે હું અસ્સલ પાટીદાર છું, મહેસાણાનું પાણી પીધું છે એમ કોઇ હલાવી પણ ન શકે, જ્યાં સુધી હું લાખો લોકોના દિલમાં છું ત્યાં સુધી કોઇ મને કાઢી પણ ન શકે. તેમને એમ પણ કહ્યું કે હું એકલો પડી ગયો છું તેવું ન સમજતા, મારા સિવાય બીજા લોકોના નામ પણ સીએમની રેસમાં હતા જેમને પણ આ પદ નથી મળ્યું, બધા પાર્ટીના નિર્ણયો હોય છે. 

30 વર્ષથી હું ભાજપમાં છું અનેક ચઢતી-પડતી જોઇ લીધી છે. કોંગ્રેસના રાજમાં દંડા ખાધા છે. હું ભાજપનો કાર્યકર્તા છું કોઇના કહેવાથી હું જતો રહેવાનો નથી, આજે હું જે પણ છું કડી-મહેસાણાને કારણે જ છું. સાથે જ તેમને ભૂપેન્દ્ર પટેલને પોતાના સાથી ગણાવીને અભિનંદન આપ્યાં.

નીતિન પટેલ કમલમથી મહેસાણા પહોંચ્યાં હતા, જ્યાં માર્ગ- મકાન વિભાગ દ્વારા 62 કરોડના ખર્ચે બનેલા મહેસાણા-રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતા કમળ પથનું લોકાર્પણ કર્યું હતું

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch