મહેસાણા: ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા વધી ગઇ છે.જો કે વિદેશ જવાની લાલચમાં લેભાગુ એજન્ટોના ખંંડણી માંગી રહ્યાં છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામના એક પરિવારને એજન્ટોએ મોટી છેતરપિંડી કરીને લીબિયા મોકલી દીધો છે. પરિવારને બંધક બનાવીને તેમની મુક્તિ માટે રૂ. 2 કરોડની ખંડણીની માંગ કરવામાં આવી છે.
મહેસાણાના બાદલપુરા ગામના રહેવાસી કિસ્મતસિંહ ચાવડા, તેમનાં પત્ની હીનાબેન, અને તેમની 3 વર્ષની બાળકી દેવાંશીબા દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યાં હતા. જો કે એજન્ટોએ આ પરિવારને છેતરીને પોર્ટુગલને બદલે લીબિયા મોકલી દીધો હતો.
લીબિયામાં આ પરિવારને એકાંત સ્થળે બંદી બનાવવામાં આવ્યો છે, અપહરણકર્તાઓ દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અપહરણકર્તાઓ દ્વારા શરૂઆતમાં ₹45 લાખની માંગણી કરવામાં આવી હતી. જો કે, આ કાવતરામાં સંડોવાયેલા દુબઈના એજન્ટો દ્વારા આ પરિવારને મુક્ત કરવા માટે હવે રૂ.2 કરોડની ખંડણી માંગવામાં છે.
પીડિત પરિવારે આ સમગ્ર કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.મુસીબતમાં ફસાયેલા ચાવડાના પરિવારજનોએ આ અંગે મહેસાણા કલેક્ટર કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી છે.
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
ગુજરાતમાં જૈશના વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ, તેમને અનેક વખત બોમ્બ વિસ્ફોટ કરવાનો કર્યો પ્રયાસ | 2026-07-17 15:36:40
ઝાલોદમાં માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી, કારણ અકબંધ | 2026-07-17 09:47:47
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56
કપડવંજ- નડિયાદ હાઇવે પર આવેલી કેનાલમાં માતાએ બે બાળકો સાથે ઝંપલાવ્યું, લાશો કાઢવાના પૈસા માંગ્યાં | 2026-07-15 17:46:32
ACB એ 3 પોલીસ કર્મચારીઓને લાંચ લેતા ઝડપી લીધા, રૂ. 3,00,000 ની કરી હતી માંગણી | 2026-07-15 07:18:21